તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીમાં બેંકની બે દિવસની રજા લોકોને નડતરરૂપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
19માં દિવસે છુટ્ટા પૈસાનાં અભાવે પ્રજાનાં ખિસ્સા ખાલી

જૂનાગઢનાં 75 ટકા એટીઅેમમાં પૈસા હોવાને કારણે શટર બંધ

જૂનાગઢમાંનોટબંધીની અસર 19માં દિવસે પણ વર્તાઇ રહી છે. જેમાં બેંકમાં બે દિવસની રજા રહેવાને કારણે 75 ટકા એટીઅેમ ખાલી રહ્યા હતા. છુટ્ટા પૈસાનાં અભાવે એટીએમના શટર બંધ થઇ ગયા હતા.

જૂનાગઢમાં 90થી વધારે એટીએમ છે. જેમાં નોટબંધી પછી અમુક અેટીએમમાં પૈસા આવ્યા નથી. નોટ બદલવાની તારીખોને માત્ર થોડો સમય બાકી રહ્યો છે ત્યારે ગ્રાહકોનાં ખીસ્સામાં પૈસા ખાલી થઇ ગયા છે. લોકો પૈસા જમા કરાવે પરંતુ જરૂરીયાત પ્રમાણમાં પૈસા મળતા નથી. લોકો પૈસાનાં ઉપાડ માટે એટીએમની લાઇનમાં ઉભા રહે છે. બેંકમાં શનિ-રવિની રજા આવતા પૈસા ઉપાડવાનાં વિકલ્પ તરીકે એટીએમ હોય છે પરંતુ એટીએમમાં શટર લાગેલું હોવાથી પૈસા મેળવવાનો કોઇ વિકલ્પ રહ્યો હતો. શહેરમાં બસ સ્ટેન્ડ, મોતીબાગ વિસ્તાર, કોલેજ રોડ વગેરે વિસ્તારનાં 18 જેટલા એટીએમ શરૂ રહ્યા હતા. બેંકમાં 100ની નોટ તાત્કાલિક ઉપડી જાય છેે. જે એટીએમમાં પૈસા હતા તેમાં 2000ની નોટ ઉપડતી હતી. ગુજરાતી કહેવત પ્રમાણે નહીં મામો કરતા કહેણો મામો શું ખોટો તેની જેમ મોટી નોટનો પ્રજાએ ઉપાડ કર્યો હતો.

ખાનગી બેંકનાં એટીએમ સાવ ખાલી

500-1000નીનોટ બદલાવવાની કામગીરી શરૂ થઇ ત્યારથી લઇ અત્યાર સુધીનાં દિવસોમાં ખાનગી બેંકનાં એટીએમ સાવ ખાલી રહ્યા હતા. જ્યાં લોકોએ ધરમધક્કા ખાવા પડે છે.

છુટ્ટાપૈસાની અછત

જૂનાગઢમાંછુટ્ટા પૈસાની અછત ઉભી થઇ છે. જેનાં કારણે છુટક વેપાર કરતા વેપારીઓને ભારે અસર થઇ છે. મોટી નોટનાં છુટ્ટા કરવા કરતા બાકી પૈસા રાખ્યા છે.

નોટોનેરીઝર્વ બેંકમાં મોકલવાની તજવીજ

બેંકકર્મચારી શશીનભાઇ નાણાવટીએ જણાવ્યુ હતું કે, બેંકમાં 500-1000ની નોટ જમા થઇ તેને રીઝર્વ બેંકમાં મોકલવાની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...