તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોંગ્રેસ દ્વારા નોટબંધીનો ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત, પ્રજાને પડતી પરેશાની હાલાકી દૂર કરાવો

કોંગ્રેસ દ્વારા નોટબંધીનો ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત, પ્રજાને પડતી પરેશાની-હાલાકી દૂર કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાજે જનાક્રોશ રેલી બાદ કલેક્ટર કચેરીમાં ધરણા કરાશે : નોટો નહિ ધારાસભ્ય બદલોના સુત્રોચ્ચાર

કોંગી કાર્યકરોએ ધારાસભ્યના ઘરને કર્યો ઘેરાવ

જૂનાગઢમાંનોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસથી ચક્કાજામ,બાઇક રેલી બાદ આજે મોટી હવેલી પાસે આવેલા ધારાસભ્યના ઘરનો ઘેરાવ કર્યો હતો. ઘરની બહાર નીકળવાની ધારાસભ્યની હિંમત હોવાનો કોંગી કાર્યકરોએ અાક્ષેપ કર્યો હતો.નોટ નહિ ધારાસભ્ય બદલોના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ 500 અને 1000ની નોટના છુટ્ટા આપવા માંગ કરી હતી.

જનતાને નોટબંધીના કારણે થતી હાલાકીને લઇ સમગ્ર ગુજરાતમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં પણ કોંગ્રેસે ચક્કાજામ, બાઇક રેલી કર્યા બાદ ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. વિરોધપક્ષના નેતા કેપ્ટન સતિષ વિરડાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ આજે સવારે કોંગ્રેસ ભવનથી બાઇક રેલી કાઢી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂના મોટી હવેલી ખાતે આવેલા ઘરે દોડી ગયા હતા. અને ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યો હતો. અને નોટ નહિ ધારાસભ્ય બદલોના સુત્રોચ્ચાર કર્યો હતો. તેમજ નોટબંધીથી લોકોને ભારે હાલાકી પડી રહી છેે.1000અને 500ની નોટ રાખી છુટા આપવા માંગ કરી હતી. બાદમાં તમામ કાર્યકરોએ આઝાદ ચોક ખાતે પણ સુત્રોચ્ચાર કરી મોદી સરકારની કાર્ય પધ્ધતિને વખોડી હતી.

આવતી કાલે બપોરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રિબડીયાની આગેવાનીમાં કોંગ્રેસ ભવનથી કલેક્ટર કચેરી સુધી જનઆક્રોશ રેલી નીકળશે.બાદમાં કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.

ધારાસભ્ય ગુમ, તસ્વીરો સાથે સુત્રોચ્ચાર

કેટલાકકોંગી કાર્યકરોએ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની તસ્વીર રાખી વ્યક્તિ ગુમ છે. શોધી આપનારને યોગ્ય વળતર આપશે. તેમજ ભાજપ માત્ર ખોટી પ્રસિધ્ધી મેળવા જનતાને હેરાન કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

જનતામાટેનાં પ્રદર્શનથી હાલાકી

જનતાનેહાલાકી પડતા હોવાના સુત્રોચ્ચાર વચ્ચે કોંગ્રેસ દ્વારા કરાયેલી બાઇક રેલીના કારણે કોંગ્રસ ભવનથી છેક એલીસીબી કચેરી સુધી વાહનોની કતાર લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉપરાંત ઢાલ રોડ જેવા સાંકળા વિસ્તારમાં એક સાથે બાઇક લઇને નીકળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મોટી હવેલી પાસે આવેલા ધારાસભ્યના ઘરનો ઘેરાવ કર્યો હતો. ઘરની બહાર નીકળવાની ધારાસભ્યની હિંમત હોવાનો કોંગી કાર્યકરોએ અાક્ષેપ કર્યો હતો. તસવીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...