તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ રાજ્યમાં આર્થિક સંકટ સમયે પગારમાં કાપ મુકાયો હતો

જૂનાગઢ રાજ્યમાં આર્થિક સંકટ સમયે પગારમાં કાપ મુકાયો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંઆર્થિક રીતે ગુંચવણ ભરેલી હાલત સર્જાઇ છે ત્યારે 1941માં જૂનાગઢ રાજ્યનાં અમલ દારોનાં પગારમાં કાપ મુકાયો હતો.

જૂનાગઢ રાજ્યમાં ગુંચવણ ભરેલી આર્થિક સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે જૂનાગઢ સ્ટેટના દીવાન સરદાર મહમદ(ટોંકવાળા)દ્વારા રાજ્યમાં હુકમ જાહેર કરાયો હતો. બાબતે ઇતિહાસવિદ પરિમલ રૂપાણીએ જણાવ્યુ હતું કે, ગુંચવણભરેલી સ્થિતિમાં કાપ રાખવો જરૂરી હતો. અમલદારોનાં પગાર અને એલાઉન્સનો કિસ્સો ધ્યાનમાં લેવા જેવો છે. અગાઉ આવા સંજોગોમાં ઇજાફાઓ રોકવામાં આવ્યા હતાં. પરંતુ પુખ્ત વિચાર કર્યા બાદ સ્ટેટ સરકારે એક સરખું પગારધોરણ લાગુ પાડી દીધું હતું. તમામ નોકરોના પગાર એલાઉન્સમાં કાપ મુકી પગાર ભથ્થું મળી માસિક 30 અને તેથી અોછા પગારના નોકરો સિવાયનાં તમામ વર્ગના નોકરોનાં પગાર ભથ્થા ઉપર 5થી વધારે નહીં તેટલા ટકાનો કાપ મુક્યો હતો. તેનો અમલ તા. 1 નવેમ્બર 1941થી કરવો એટલે તા. 1 ડીસેમ્બર 1941નાં રોજ નવેમ્બરનો પગાર મળે તેમાંથી બીજો હુકમ થતાં સુધીનો કાપ મુક્યો હતો.

તિજોરીને સરભર કરવા લેવાયો હતો નિર્ણયω

જૂનાગઢરાજ્યનાં સમયના દીવાન સરદાર મહમદે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિને ધ્યાને લઇ ફરજીયાત કાપ મુકી તા. 24-25 સપ્ટેમ્બર 1941નાં રોજ ઠરાવ નંબર 13074 બહાર પાડ્યો હતો.

1ટકો વોરફંડમાં, બાકીનાં ઈમરજન્સીમાં

પગારકાપનો એક ટકો વોર ફંડમાં વાપર્યો હતો. જે તે સમયે ઇમરજન્સી માટે પૈસા ઉપયોગમાં લીધા હતા. અમલદારોને અપાતી ડ્યુટી, ચાર્જ એલાઉન્સ ઉપર કાપ વસુલ કર્યો હતો. -પરિમલ રૂપાણી, ઇતિહાસવિદ

નબળાં વરસાદમાં નિર્ણયો લેવાતા હતા

જૂનાગઢરાજ્યમાં નબળા અને અસંતોષકારક વરસાદને કારણે આર્થિક સ્થિતિમાં ગુંચવણ અનુભવાતી હતી. આવાં સમયે રાજ્યમાં નિર્ણયો લઇ પગાર કાપ મુકવામાં આવતો હતો.

1941માં દીવાને અમલદારોનાં પગાર 5 ટકા ઘટાડી દીધો’તો

અન્ય સમાચારો પણ છે...