મંગળવારે બપોર સુધી અસહ્ય ઉકળાટ અને બફારો રહ્યા બાદ
સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢમાં સાંજે મેઘરાજા થયા મહેરબાન , 2 ઇંચ હેત વરસાવ્યું
જૂનાગઢમાંમંગળવારે બપોર સુધી અસહ્ય ઉકળાટ અને બફારો રહ્યા બાદ સાંજના સમયે મેઘરાજા મહેરબાન થયા હતા અને 2 ઇંચ હેત વરસાવતા નગરજનો ખુશખુશાલ થઇ ગયા હતા. જોકે સમાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીનું ધોવાણ થઇ ગયું હતું. જૂનાગઢમાં મંગળવારે બપોર સુધી સૂર્ય નારાયણ ભગવાનનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ અને બફારાથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે બાદમાં સાંજના સમયે આકાશ કાળા વાદળોથી ઘેરાઇ ગયું હતું અને મેઘરાજા મહેરબાન થતા 2 ઇંચ વરસાદ પડયો હતો. જોકે આટલા વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ જતા અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. માત્ર 2 ઇંચ વરસાદમાં સ્થિતી સર્જાતા કોર્પોરેશનની પ્રિ- મોન્સૂન કામગીરીની પણ પરિક્ષા લેવાઇ ગઇ હતી અને લોકોની ધારણા મુજબ કોર્પોરેશન આમાં ફેઇલ સાબિત થયું હતું.
જોષીપરા અન્ડર બ્રીજમાં પાણી ભરાયાં. તસ્વીર- મેહુલ ચોટલીયા
ડે. મેયરની દહેશત સાચી પડી
માત્ર 2 ઇંચ વરસાદ પડતાજ શહેરના ગાંધી ચોક, જયશ્રી રોડ, મજેવડી દરવાજા સહિતના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. જોષીપરા રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાઇ જતા અંડર બ્રિજમાંથી થતો વાહન વ્યવહાર અટકી જતા અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા અને અંડર બ્રિજથી મજેવડી દરવાજા સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.
કયાં પાણી ભરાયા