તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવસો સુધી લાઇનો હતી, તો પછી પૈસા ક્યાં ગયા ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકોમાં રૂપિયાની કટોકટી, મોટાભાગનાં એટીએમ બંધ

SBIનાં એટીએમમાંથી માત્ર 2 હજારની નોટ નિકળે છે

શહેરમાંઆજે સવારથીજ લગભગ તમામ બેંકોનાં એટીએમ બંધ હતા. માત્ર એસબીઆઇનાં આંગળીનાં વેઢે ગણાય એટલાજ એટીએમમાંથી રૂપિયા નિકળતા હતા. પરંતુ તેમાંયે માત્ર 2 હજારનીજ નોટો નિકળતી હતી. ચેકથી વીડ્રોલ કરવા જતાં બેંકો પાસે પણ ઝાઝી કેશ નહોતી. આથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

અાજે મોટાભાગની ખાનગી તેમજ સરકારી બેંકોનાં એટીએમમાં કેશ ખૂટી ગઇ હતી. કેટલાક એટીએમનાં તો શટર પાડી દેવાયાં હતા. માત્ર એસબીઆઇનાં એટીએમમાં રોકડ હતી. પણ ફક્ત 2 હજારની નોટો પૂરતીજ. એનાથી નાની રકમ લોકો નહોતા ઉપાડી શક્યા. તો બેંકોમાં જઇ ચેકથી વીડ્રોલ કરાવવામાં પણ અમુક રકમ સુધી મળી શકતા હોઇ આજે જાણે કે, જૂનાગઢની બેંકોમાં રૂપિયાની કટોકટી સર્જાઇ હોય એવો માહોલ ખડો થયો હતો. ત્યારે સવાલ થાય છે કે આટલા દિવસોથી લોકોની જે રીતની લાંબી લાઇનો હતી અને રોકડ નાણાં બજારમાં ઠલવાયા હતા. કયાં ગયા ?

અન્ય સમાચારો પણ છે...