તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રીક્ષા ચાલકે લાયસન્સ માટે સેન્સર ટ્રેક પર પરીક્ષા આપવાની રહેશે

રીક્ષા ચાલકે લાયસન્સ માટે સેન્સર ટ્રેક પર પરીક્ષા આપવાની રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ આરટીઓમાં 1 ડિસેમ્બરથી થશે અમલવારી

આગામી1 ડીસેમ્બરથી રીક્ષા ચાલકે પણ લાયસન્સ માટે સેન્સર ટ્રેક ઉપર પરિક્ષા આપવી પડશે. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન ગેરરીતી થાય અને પાદર્શકતા રહે તે માટે સેન્સર ટ્રેક શરૂ કરાયો છે. કમ્પ્યુટરનાં આધારે પાસ,નાપાસ કરાઇ છે. જૂનાગઢ આરટીઓમાં સેન્સર ટ્રેક શરૂ થઇ ગયો છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. આજ સુધી માત્ર મોટર કાર અને મોટર સાયકલની ટેસ્ટ લેવામાં આવતી હતી.

સરકારના નવા પરિપત્ર મુજબ હવે રીક્ષા ચાલકની પણ ટેસ્ટ લેવામાં આવશે. સરકારે દરેક કચેરીમાં તા. 1 ડીસેમ્બરથી ઓટો રીક્ષામાં ટેસ્ટ ફરજીયાત કરી દીધી છે. તેમજ કચેરીમાં ટસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવા માટે એપોઇન્ટમેન્ટ પહેલા લેવી પડશે. ત્યાં ઓટો રીક્ષા માટે પણ અરજદારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.જૂનાગઢ આરટીઓમાં પણ હવે 1 ડીસેમ્બરથી ટેસ્ટ લેવામાં આવશે. આરટીઓ જે.જે.ગોહિલે જણાવ્યું હતું કે,રીક્ષા માટે પણ ટેસ્ટ લેવાનુ નિયમ આવી ગયો છે.

ભાડેથી વાહન આપતા હોવાની ચર્ચા

અન્ય સમાચારો પણ છે...