તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં પીજીવીસીઅેલનાં કર્મીઓ પ્રમોશનથી વંચિત રહેતા રોષે ભરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં પીજીવીસીઅેલનાં કર્મીઓ પ્રમોશનથી વંચિત રહેતા રોષે ભરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ગ 4નાં હેલ્પર, એસબીઓ કર્મચારીઓ પાસે અન્ય કામો લેવડાવે

જૂનાગઢમાંપીજીવીસીએલનાં વર્ગ-4નાં કર્મચારીઓને પ્રમોશન બાબતે ઘોર અન્યાય કરવામાં આવે છે અને હેલ્પર પાસે એસબીઓનું કામ કરાવી થાંભલા પર ચડાવે છેે. જ્યારે પ્રમોશનનાં સમયે નવા નિયમો બહાર પાડી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા.

જૂનાગઢ ઉત્કર્ષ મંડળનાં એચ.કે.ચૌહાણે જણાવ્યું હતું કે, ચોથા વર્ગનાં કર્મચારીઓને પ્રમોશન બાબતે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. હેલ્પર (ઇ.આસી)ને કામના નિયમ મુજબ થાંભલા પર ચડવાનું હોતું નથી અને પ્રમોશનમાં એસબીઓને પણ થાંભલા પર ચડવાનું હોતું નથી. આવો નિયમ બહાર પાડી કર્મચારીઓને ઇરાદાપુર્વક પ્રમોશનથી વંચિત રાખ્યા છે. સત્તાધારી અધિકારીઓએ લાગતા વળગતાનાં ઓર્ડર મોડીફાઇ થઇ ગયો છે. તેમજ સાત કર્મચારીઓની જગ્યા ખાલી હોવા છતાં મોડીફાઇ કર્યા નથી. કર્મચારીની સેફટી વિશે પણ ધ્યાન રાખવામાં આવતું નથી. કોનટ્રાક્ટ પ્રથામાં સબસ્ટેશન ચાલે છે. મેનેજમેન્ટ હોવાને કારણે મુલ્યવાન સાધનોને પણ ભયંકર નુકશાન થાય છે. લાગતા વળગતા કર્મચારીનાં ઓર્ડર મોડીફાઇ થઇ જાય જ્યારે એસસી અને એસટી કર્મચારીને અન્યાય થતો હોવાથી અધિકારી સામે રોષની લાગણી ફેલાઇ છેમળતી માહિતી મુજબ કર્મચારી-હેલ્પરોનાં પ્રમોશનનાં 2013 કેસ ચાલું છે.

સેફ્ટી મીટીંગ ફક્ત GETCO માટે

પીજીવીસીએલમાં સેફટી મીટીંગ વારંવાર થાય છે, સેફટી માત્ર જીઇટીસીઓનાં કર્મચારી માટે થતાં હોય જણાઇ રહ્યું છે. પીજીવીસીએલનાં કર્મચારીઓ વારંવાર ભુલ કરે છે. અણબનાવ બને તે માટે સેફટી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો