તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરની વિવેકાનંદ સ્કુલનાં મેદાનમાં ગણેશ વિર્સજન માટે કુંડ બનાવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની વિવેકાનંદ સ્કુલનાં મેદાનમાં ગણેશ વિર્સજન માટે કુંડ બનાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશને પ્રથમ વખત વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી

જૂનાગઢશહેરમાં ગણેશ મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નદી-નાળામાં ગણેશજીની પ્રતિમાનું વિર્સજન થાય તે માટે કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. વિવેકાનંદ મેદાનમાં એક કુંડ બનાવવામાં આવ્યો છે. તેમાં ગણેશજીનું વિર્સજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશજીનું સ્થાપન કરી ઘરમાં પધરાવવા લોકોને અપીલ કરી છે. દિવ્ય ભાસ્કરનાં અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શાળા- કોલેજ અને ઘર અને એપાર્ટમેન્ટમાં માટીનાં ગણેશનું સ્થાપન કર્યુ છે. તેમજ શહેરમાં અનેક જગ્યાએ પીઓપીનાં ગણેશજીનું સ્થાપન થયું છે. પીઓપીની પ્રતિમા નદી-નાળામાં વિર્સજીત થાય તે માટે કમિશ્નર રવિશંકરની સુચનાથી ડે.કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં વિવેકાનંદનાં ગ્રાઉન્ડમાં વૈકલ્પિક કુંડ બનાવવામાં આવ્યો છે.

કુંડમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશને પણ લોકોને અપીલ કરી છે કે નદી-નાળાના જગ્યાએ વૈકલ્પિકની જગ્યામાં ગણેશજીની મૂર્તિ વિર્સજન કરવામાં આવે તે જરૂરી છે. સુવિધાથી વ્યવસ્થાની જાળવણી થશે તેવી આશા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો