તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • એક વીજ જોડાણમાં એક મોટર ચાલે એવા કાયદાથી ખેડુતો હેરાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વીજ જોડાણમાં એક મોટર ચાલે એવા કાયદાથી ખેડુતો હેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક કરતા વધુ મોટર ચાલવવા દો :ખેડુત હિત રક્ષક સમિતી

ખેતરમાંએક વીજજોડાણ દીઠ એક ઇલેક્ટ્રીક મોટર ચલાવવાના સરકારના પરિપત્રને પીજીવીસીએલ અન્યાયી રીતે અમલ કરતી હોવાથી ખેડુતને ભારે હાલાકી પડી રહી છે. જે અંગે ખેડુત હિત રક્ષક સમિતી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી.

જૂનાગઢમાં ખેડુતોની હાલત આજે ખુબ ખરાબ થઇ રહી છે.મોંઘુ બિયારણ ખરીદી કરી વાવેતર કર્યા બાદ પાક તૈયાર થાય ત્યાં સુધી સમસ્યાનો ખેડુત સામનો કરે છે. તોપીજીવીસીઅેલ પડ્યા પર પાટુ મારી રહી છે.ગુજરાત સરકાર દ્વારા ખેડુતોએ તેના એક વીજ કનેક્શન પર એક વીજ મોટર ચલાવવો તેવો પરિપત્ર બહાર પાડ્યો હતો. જેના કારણે પીજીવીસીએલ પણ પરિપત્રને વળગી રહી એક કરતા વધુ મોટર ચલાવવા દેતી નથી બીજી તરફ પુરતો વીજપુરવઠો મળતો હોવાને કારણે પાકને પુરતુ પાણી મળી શકતુ નથી અને પાંકને નુકશાન થતુ હોય છે અા ઉપરાંત પાકમાં રોગ અને રોઝના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ખેડુત હિત રક્ષક સમિતીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

સરકાર દ્વારા કાયદો લાગું પડતા ખેડુતોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ખેડુત વર્ષોથી વિજ જોડાણ માટે અરજી કરતો હોય પરંતુ તેનું નિરાકરણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો