તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની સિવીલ હોસ્પિટલમાં 68 સ્ટાફની જગ્યા ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંસ્થાનાં આગેવાનોએ સુવિધાની માંગ કરી

જૂનાગઢસરકારી હોસ્પિટલ સોરઠની અગત્યની હોસ્પિટલ ગણવામાં આવે છે. પાંચ જિલ્લાનાં તાલુકાની જનતા હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે. પરંતુ હોસ્પિટલમાં ઘણાં સમયથી ડોક્ટર અને આરોગ્ય અધિકારી મશીન ચલાવતા સ્ટાફની 68 જગ્યા ખાલી પડી છે. હોસ્પિટલમાં સુવિધા હોવાને કારણે દર્દીઓને આર્થિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં અથવા રાજકોટ-અમદાવાદ ખાતે રીફર કરવામાં આવે છે. ચોમાસાની રૂતુમાં દરેક વોર્ડ, ઓફીસોમાં પાણી પડે છે.

જેનો ભોગ દર્દીઓ અને ડોક્ટરો બને છે. સરકારી હોસ્પિટલમાં ખાડા પડી જવાને કારણે દર્દીનાં સગાઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. બાબતે સીટુનાં ઉપાધ્યક્ષ બટુકભાઇ મકવાણા, યુથ ફેડરેશનનાં જીસાન હાલેપૌત્રા, નવનીતભાઇ શાહ, મધુસુધન દત્તાણી, સોહેલ સિદ્દીકી, સત્યમ સેવા યુવક મંડળનાં મનસુખભાઇ વાજા, કારૂભાઇ કડીવાર, અબ્બાસ બ્લોચ, ગોપાલભાઇ કચ્છી વગેેરેએ હોસ્પિટલ બચાવો સમિતી બનાવવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો