તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણધડ આયોજનની જાગૃતિ માટે નગરજને મૌન પાળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેનર સાથે વિવિધ સ્થળોઅે બેનર સાથે ઉભા રહ્યા

જૂનાગઢશહેરમાં અણધડ આવડતને કારણે થોડાં વરસાદ માત્રથી રસ્તાઓ ધોવાઇ ગયા હતા. બાબતે ઓન્લી ઇન્ડીયન નામની વ્યક્તિએ જુદા જુદા વિસ્તારોમાં મૌન રહી બેનર સાથે વિરોધ કર્યો હતો.જૂનાગઢ શહેરમાં ઓન્લી ઇન્ડીયન નામનાં જૂનાગઢવાસીએ દુર્દશા અંગે અનોખી રીતે વિરોધ કર્યો હતો. માત્ર થોડાં વરસાદને કારણે પ્રજાનાં પૈસા પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. અણધડ આયોજનને કારણે સમસ્યા સર્જાઇ હતી. જે બાબતે અલગ અલગ દિવસોમાં અેમજીરોડ, આઝાદ ચોક, પોલીસ ચોકી સામે, કાળવા ચોક, તળાવ ગેઇટ, ચિત્તાખાના ચોક, રેલ્વે સ્ટેશન ચોક, દિવાન ચોક, બસ સ્ટેન્ડ ચોક, સુખનાથ ચોક, ગીરનાર ગેઇટ વગેરે સ્થળો ખાતે ઉભા રહી મૌન રહી વિરોધ નોંધાવ્યો હતો. વેલ ડીઝાઇનીંગ બેનર સાથે ઉભા રહી જાગૃતિ માટે અભિયાન હાથ ધર્યુ હતું. સામાન્ય રીતે વિરોધ કરતા લોકો રેલી, તોડ ફોડ, બંધનું એલાન, સંગઠન બળ રચી, શકિત પ્રદર્શન કરી મિલ્કતને નુકશાન પહોંચાડતા હોય છે. પરંતુ વિરોધ અને શહેેરનાં લોકોની જાગૃતિ માટે પ્રયાસ કર્યો હતો.શહેરની જાગૃતિ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો