તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય હો જૂનાગઢમાં આજે લોકનૃત્યની સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર અભિવ્યક્તિનાં મંચ પર આજે માણવા મળશે દેશની ભાતીગળ લોક સંસ્કૃતિની આછેરી ઝલક

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આવતીકાલ તા. 8 સપ્ટેમ્બરનાં રોજ દેશની ભાતીગળ સંસ્કૃતિની ઝલક એકજ મંચ પર જોવા મળશે. આવતીકાલે લોકનૃત્ય સ્પર્ધામાં વિવિધ શાળાઓ-ગૃપો દ્વારા જુદા જુદા પ્રાંતનાં લોકનૃત્યો રજૂ કરવામાં આવનાર છે. જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આવતીકાલ તા. 8 સપ્ટે.નાં રોજ બપોરે 2 થી 4 દરમ્યાન બિલખા રોડ પર ડીઆઇજી કચેરી પાછળ આવેલા તક્ષશિલા વિદ્યાલય ખાતે લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનારે બપોરે 1:30 વાગ્યે ઉપસ્થિત થવાનું રહેશે. અને તેમાં ગરબા સિવાયનું કોઇપણ પ્રદેશિક નૃત્ય કરી શકાશે. જેની સમય મર્યાદા 7 થી 10 મિનીટની રહેશે. તેમાં ડ્રેસીંગ અને મ્યુઝિક સહિત કોરિયોગ્રાફી પ્રમાણે માર્કસ મળશે. નૃત્યની બેઝીક જાણકારી સ્પર્ધક ટીમનાં સભ્ય દ્વારા પરફોર્મન્સ પહેલાં દોઢ મિનીટમાં પ્રેક્ષકો સમક્ષ આપવાની રહેશે. જેમાં તે ક્યાંનું છે, તેનું ડ્રેસીંગ, ક્યારે થાય છે, બાબતોનો સમાવેશ કરવાનો રહેશે. સ્પર્ધામાં ગાયન-વાદન માટે પેનડ્રાઇવ કે કેસેટનો ઉપયોગ કરી શકાશે નહીં અને સાજીંદા ટીમે પોતાની સાથે લાવવાનાં રહેશે. ટિપ્પણી, ખણાવટ, માછીમાર, વણઝારા, આદિવાસી નૃત્ય, પરપ્રાંત (મહારાષ્ટ્ર-રાજસ્થાન) સહિતનાં નૃત્યો રજૂ કરી શકાશે. પરંતુ પપેટ નૃત્ય કે રાસ-ગરબા રજૂ કરી શકાશે નહીં. એક ટીમમાં વધુમાં વધુ 16 સ્પર્ધકો ભાગ લઇ શકશે. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવમાં લોકો ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે.

સ્પર્ધામાં છાત્રોનું ટેલેન્ટ

સ્પેશિયલ ટેલેન્ટ હન્ટનાં વિજેતાઓ

ક્રમ સ્પર્ધકનું નામ સ્કુલ/કોલેજ મેળવેલ ક્રમાંક

ધો.6 થી 8

1.ચાઇનીઝ ગૃપ આર. એસ. કાલરીયા પ્રા. સ્કુલ પ્રથમ

ધો.9 થી 12

1.જોષીપુરા નિશાંત કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ પ્રથમ

2. પુરોહિત જય કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ દ્વિતીય

કોલેજતથા ઓપન

1.ગગલાણી કાલિન્દી બહાઉદ્દીન આર્ટસ કોલેજ પ્રથમ

2. નિતીન પી. ઠાકર ઓપન દ્વિતીય

3. ચેતનાબેન પંડ્યા ઓપન તૃતીય

4. વેકરીયા ઝલક ઓપન તૃતીય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો