તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરમાં બે દિવસથી વરસાદનાં માત્ર હળવા ઝાપટાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં બે દિવસથી વરસાદનાં માત્ર હળવા ઝાપટાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઇ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદનાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આગામી દિવસોમાં સારો વરસાદ થવાની આગાહીથી લોકોને રાહત થઇ હતી.

જૂનાગઢમાં શનિવારે રાત્રીનાં વરસાદ પડ્યા બાદ રવિવારે સવારે હળવા ઝાપટાં પડ્યા હતા. રવિવારનાં રોજ મેધરાજાઅે 7 મીમી વરસી મહેર કરી હતી. રાજ્યમાં સારૂ ચોમાસુ બેસવાની આશા સેવાઇ રહી છે. મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ સારા પ્રમાણમાં પડ્યો છે. જેથી જગતાતે વાવણી શરૂ કરી હતી.

જૂનાગઢમાં હળવા વરસાદનાં વાતાવરણમાં જમીનનું આવરણ ભીનું થતાં પાકને થોડું પાણી મળતું રહે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી સમયમાં સારો વરસાદ પડે તો ડેમ, તળાવમાં નવા નીરની આવક મળે. મેઘરાજાને મનાવવા માટે પ્રજાએ હવન, રામધુન બોલાવી હતી. છેલ્લા બે દિવસોથી હળવા ઝાપટાં પડતા લોકોએ રાહત અનુભવી હતી. હવે મેઘરાજા મન મુકીને વરસે તેની રાહ જૂનાગઢવાસી કરી રહ્યા છે. વરસાદ ખેંચાઇ જતાં શહેર પાણીની સમસ્યા પણ સર્જાઇ છે. ત્યારે લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો