તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરાબનાં ધંધામાં પણ હવે માર્કેટીંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇંગ્લીશ નહિં દેશી દારૂની ડીલિવરી, સેન્ટ્રોકાર સાથે જૂનાગઢનો શખ્સ ઝબ્બે

Dyspએ આરેણા પાસેથી 180 લીટર દેશીદારૂ ઝડપ્યો

ક્રાઇમ રીપોર્ટર | માંગરોળ

આજેદરેક વેપાર-ધંધામાં માર્કેટીંગની બોલબાલા છે. ત્યારે દારૂ જેવી બદી પણ તેમાંથી બાકાત રહી શકી નથી અત્યાર સુધી પ્રમાણમાં મોંઘા એવા વિદેશી દારૂની હેરફેર સામાન્ય હતી પરંતુ હવે મોટા બુટલેગરો દ્વારા નાના ધંધાર્થીઓ સુધી દેશી દારૂ પહોંચાડવાની સવલત પણ શરૂ કરવામાં આવી છે. માંગરોળનાં ડીવાયએસપી બી.સી.વાઘેલાને મળેલી બાતમીને આધારે પોલીસે અારેણા ગામે દેશીદારૂ આપવા આવેલા જૂનાગઢનાં રબારી શખ્સને સેન્ટ્રોકાર સાથે ઝડપી લઇ એક લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

માંગરોળ તાલુકાનાં આરેણા ગામે જૂનાગઢ થી કાર મારફતે દેશીદારૂનો જથ્થો ઉતારવાની હોવાની ડીવાયએસપીને બાતમી મળી હતી જેનાં આધારે મરીન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી.બી.શુકલ, એએસઆઇ ઇસ્માઇલભાઇ , વિરાભાઇ, ડી.ટી.સાંગાણી , બાલુભાઇ દિલીપભાઇ સહિતનાં સ્ટાફે માંગરોળ-વેરાવળ હાઇવે પર સવારે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી હ્યુન્ડાઇ સેન્ટ્રો (જી.જે.એચબી 886)ને રોકી ચેક કરતા કેનમાં ભરેલો 180 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો તેણે જુનાગઢનાં પંચેશ્વરના રહીશ રામા નારણ ગુરગુટીયા પાસેથી લીધો હોવાની કબુલાત આપી હતી. તેમજ વહેલી સવારે પાંચકે વાગ્યે સપ્લાય કરવા નીકળી ગયો હતો. ઉપરાંત આરેણા ગામે શીવુભા ગોવુભા રાઠોડને ત્યાં પણ દારૂ આપ્યો હોવાની કબુલાતનાં આધારે તેનાં મકાનમાં રેડ કરતા ત્યાંથી 40 લીટર દારૂ કબજે કર્યો હતો. દેશીદારૂનાં વેચાણનાં રોકડા રૂ.27,150 તેમજ સેન્ટ્રોકાર કબ્જે કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં અનેક ગામડાઓમાં આવી રીતે દેશી દારૂ ઉતારવામાં આવી રહયો છે. ત્યારે ઝડપાયેલા શખ્સ દ્વારા જૂનાગઢથી નીકળ્યા બાદ ક્યા-ક્યા ગામમાં કોને, કેટલોદારૂ પહોંચાડવામાં આવ્યો છે. તે અંગે પોલીસે પુછરપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, પોલીસે પેટ્રોલીંગમાં સઘન વધારો કરતા હવે ગુના ખોરોને બચવું મુશ્કેલ બન્યું છે. અને અસામાજીક વૃત્તી પર ચાપતી નજર રહે છે.

પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તસવીર- વિવેક મહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો