તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લોક આપવાનું કહી રૂ. 4.05 લાખની છેતરપિંડી, તપાસ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના નંદનવનમાં રહેતા નરોતમભાઇ પિતાંબરભાઇ ખેરડીયાને મકાન ખરીદવું હતું. આથી તેમણે જૂનાગઢમાં બિલ્ડીંગ બનાવવાનું કામ કરતા જગદીશ સી. ઠેસીયા અને પ્રવિણ ધરમશી ઢાંકેચાને મકાન ખરીદી માટે દોઢ વર્ષ પહેલા રૂપિયા 4 લાખ 5 હજાર આપ્યા હતા. નરોત્તમભાઇએ જે મકાન ખરીદવાનાં પૈસા આપ્યા હતા. મકાન બંનેએ અન્યોને વેચી નાંખ્યું હતું. એટલુંજ નહીં. તેઓએ નરોત્તમભાઇને પૈસા પણ પરત નહોતા આપ્યા. આથી અંગે નરોત્તમભાઇએ બંને શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. અા અંગે પીએસઆઇ એસ. બી. પરમારે તપાસ શરૂ કરી બન્નેને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જેટલા જગદીશ સી. ઠેસીયા છે બધા પર ફોનનો મારો | જૂનાગઢશહેરમાં જેટલા જગદીશ સી. ઠેસીયા રહે છે તમામ પર ઓળખીતા-સંબંધીઓનો ફોનનો મારો શરૂ થઇ ગયો હતો. આમ એક શખ્સનાં પરાક્રમને લીધે તેના જેવું નામ ધરાવતા અન્ય નિર્દોષ લોકોએ પણ વેઠવું પડ્યું હતું. જોકે, જે જગદીશ સી. ઠેસીયાનું આરોપી તરીકે નામ અપાયું છે તેની ખરી ઓળખ કરવાની અને તેનું સરનામું સુદ્ધાં મેળવવાની પોલીસને પણ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો