તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢનાંઁંજોષીપરામાં તંત્રએ પાથરેલી માટી વરસાદમાં ધોવાઇ જતા હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાંઁંજોષીપરામાં તંત્રએ પાથરેલી માટી વરસાદમાં ધોવાઇ જતા હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાંજોષીપરા વિસ્તારમાં તંત્રના અાડેધડ ખોદકામનાં કારણે વરસાદી ઝાપટું પડતું વિસ્તાર કાદવ-કિચડમાં ફેરવાયો હતો. જેમાં સ્કુલમાં ચાલતા વાહનો ખુંપી જવા વગેરે બનાવો બનવા પામ્યા છે.

જૂનાગઢનું તંત્ર પ્રિ-મોન્સુનની કામગીરી બાબતે મસમોટી વાતો કરી રહ્યુ હતુ. તેમજ ઉનાળાની સીઝન દરમિયાન રસ્તાનું ખોદકામ કરી ગટરની પાઇપલાઇન નાંખી હતી. ત્યારબાદ રસ્તાઓ રીપેર કરવાને બદલે તેનાં પર માટી નાંખી ખાડાઓ પુરવામાં આવ્યા હતા. જોષીપરા વિસ્તારમાં અવારનવાર લોકોઅે રજૂઆત કરી હતી પરંતુ કોઇ પગલાં લેવામાં આવ્યા હતા. હવે ઠેર ઠેર વાહનો ખૂંપવા લાગ્યા હતા. માત્ર હળવા વરસાદી ઝાપટા પડતા કાદવ-કિચડ જામી ગયો હતો. જેનાં કારણે સ્કુલમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. સ્કુલના વાહનો વારંવાર વિસ્તારમાં ખૂંપી જાય છે. બાળકો ચાલીને પણ સ્કુલે જઇ શકે તેવી સ્થિતી નથી. તંત્રએ એકવાર ફરી ઉપર માટી નાંખતા ફરી સમસ્યા ઉભી થઇ હતી.

કાદવ કિચડનાં કારણે અવારનવાર વાહન ચાલકો લપસે છે તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો