તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રસ્તા વચ્ચે બે માસથી ખૂલ્લી ગટર, લોકોને હાલાકી

જૂનાગઢની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રસ્તા વચ્ચે બે માસથી ખૂલ્લી ગટર, લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવારનવાર રજૂઆત છતાં ઉકેલ આવતો નથી : વાહન ચાલકો ખાડામાં ખાબકે છે

જૂનાગઢનાંજોષીપરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે રસ્તા વચ્ચે બે માસથી ગટર ખુલ્લી પડી છે. જેનાં કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પ્રજાનાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી.

જૂનાગઢનાં વોર્ડ નંબર-4માં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે બે માસથી ખૂલ્લી ગટર પડી છે. અહીંથી અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં રહેતા રહેવાસીઓએે ગંદી બદબુનો સામનો કરવો પડે છે. બાળકો બહાર રમી શકતા નથી. બે માસથી સમસ્યાનાં કારણે હેરાનગતિ ભોગવવી પડી છે.

ગત સપ્તાહે એક વિદ્યાર્થી સાયકલ લઇ પસાર થતો હતો ત્યારે નુકશાની પહોંચી હતી. તેમજ ફેરીયો માલસામાન લઇ જતો હતો ત્યારે ટાયર ખાડામાં પસાર થઇ જતાં આર્થિક રીતે નુકશાની વેઠવી પડી હતી. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. અહીં કોઇ દુર્ધટના સર્જાય ત્યારે તેનો જવાબદાર કોણ રહેશેω એવો પ્રશ્ન રહેવાસીઓએ ઉઠાવ્યો છે. બાબતે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સોનલબેન માથુકીયા, શાંતાબેન ઠુંમર સહિતનાઓએ કરી છે.

અજાણ્યા વાહન ચાલકોને વધુ જોખમ

ક્રિષ્ના પાર્ક સોસાયટીની બાજુમાં નવા ફ્લેટ બનવાની કામગીરી શરૂ છે. ત્યારે અહીંથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકોને વધુ ભય રહેશે. રાત્રિનાં સમયે ખુલ્લી ગટર વધુ જોખમી બને છે. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...