તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં ઉસ્તાદે 60 વર્ષ સુધી ઢોલકમાં પુર્યા પ્રાણ

જૂનાગઢનાં ઉસ્તાદે 60 વર્ષ સુધી ઢોલકમાં પુર્યા પ્રાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
22 ગુજરાતી ફિલ્મ, 1 હિન્દી ફિલ્મમાં કરેલા વાદનનું રેકોર્ડીંગ હયાત

ડાયરામાં ઢોલકને સાંભળવા શ્રોતાઓ ખીસ્સા ખાલી કરી નાંખતા: હાજી રમકડું

જૂનાગઢનાંકલાકારે ઢોલકનાં તાલને લોકોનાં કાનમાં ગુંજતો રાખ્યો છે. સતત 60 વર્ષથી લોકવાદ્ય વગાડી કલાને ઉજાગર કરી છે. 22 ગુજરાતી ફિલ્મો અને 1 હિન્દી ફિલ્મમાં ઢોલકનાં તાલનું રેકોર્ડીંગ કર્યુ છે. લોકો જ્યારે ઢોલક સાંભળતા ત્યારે ખીસ્સા ખાલી કરી નાંખતા એમ ઢોલકવાદક હાજી રમકડું જણાવે છે.

પરંપરાગત લોકવાદ્યો ધટી રહ્યા છે. ઢોલ, શરણાઇ, મંજીરા, તબલા, ઢોલક જેવા લોકવાદ્યો સાંભળી લોકોને તાન ચડી જતું હતું. જૂનાગઢમાં રહેતા હાજી રમકડું નામના કલાકારે 60 વર્ષથી ઢોલકનું વાદન કર્યુ છે. ચાર પેઢી શરણાઇ અને ઢોલ વગાડે છે. ગુજરાતી ફિલ્મોમાં શેઠ સગાળશા, હોથલ પદમણી, જેસલ તોરલ, લાંબા ફુલાણી સહિતની 22 ફિલ્મોમાં અને હાથો કી લકીર નામની ફિલ્મોમાં વાદન કર્યુ છે. ગુજરાતી કલાકારોમાં ભજનીક પ્રાણલાલ, દિવાળીબેન ભીલ, કરશનદાસ સાગઠીયા, દમયંતીબેન વગેરે કલાકારો સાથે કામ કર્યુ છે. સંગીતપ્રેમી સાથેનો અનુભવ જણાવતા તેઅોએ જણાવ્યુ હતું કે, ડાયરામાં ઢોલકને સાંભળવા લોકો ખીસ્સા ખાલી કરી નાંખતા હતા. ઢોલકનાં તાલને સાંભળવા લોકોનાં કાન આતુર હતા. હાજી રમકડુંએ ઢોલક દ્વારા જૂનાગઢ વાસીઓને મનોરંજન પુરૂ પાડી અનોખી સેવા કરી છે.

બેન્ડ પાર્ટીમાંથી શરૂઆત કરી હતી

ખાનદાની ધંધો ઢોલ, શરણાઇનો છે. શરૂઆત ખાનગી બેન્ડ પાર્ટીમાંથી કરી હતી. પહેલું વેતન 1.5 રૂપિયો મળ્યો હતો ત્યારબાદ કલાકારો સાથે કામગીરી કરી હતી. હાલ છેલ્લા દોઢ વર્ષથી નિવૃત જીંદગી વિતાવે છેેે. તસ્વીર-મેહુલ ચોટલીયા

30 હજાર ગૌશાળા-મંદિરોમાં ઢોલક વગાડ્યું

^ગુજરાતની30 હજાર ગૌશાળા અને મંદિરમાં ઢોલકને વગાડ્યુ છે. ફાળા માટે ગામડેથી લોકો બોલાવતા હતા. કાર્યક્રમોમાં ક્યારેય પૈસા માંગ્યા નથી, જે આપે તે સ્વીકાર્યુ છે. > હાજીરમકડું, કલાકાર

અન્ય સમાચારો પણ છે...