તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોન્સ્ટેબલની પરીક્ષા પાસ મહિલાઓનો ટ્રેનિંગ કેમ્પ

કોન્સ્ટેબલની પરીક્ષા પાસ મહિલાઓનો ટ્રેનિંગ કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1લી ડિસેમ્બરથી સ્પોર્ટસ ક્લબ ખાતે શરૂ થશે

જૂનાગઢ જિલ્લામાં લેખિત

જૂનાગઢશહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીઓેેએ લેખિત કોન્સટેબલની પરીક્ષા પાસ કરી હોય તો 1લી ડિસેમ્બરથી વિનામૂલ્યે ફીઝીકલ ટ્રેનિંગ આપવામાં આવશે. જિલ્લા પંચાયત સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત સ્પોર્ટસ ક્લબ દ્વારા મહીલા ઉમેદવારો માટે વિનામૂલ્યે ફીઝીકલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડીડીઓ અજય પ્રકાશે કોન્સટેબલની લેખિત પરીક્ષામાં ઉતિર્ણ થનારી મહિલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાંથી ટ્રેનીંગ માટે મહિલા ઉમેદવારો તૈયારી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક મહિલા ઉમેદવારોએ ગાંધીચોક ખાતે આવેલા જિલ્લા પંચાયત સ્પોર્ટસ ક્લબ ખાતે સાંજના 5:30થી 6:30 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન નોંધાવવાનું રહેશે. 1લી ડિસેમ્બરનાં રોજ બપોરનાં 4:30 વાગ્યા આસપાસથી ફીઝીકલ ટ્રેનિંગનો પ્રારંભ થશે. જે કોન્સટેબલની ફીઝીકલ પરીક્ષા લેવામાં આવે ત્યાં સુધી શરૂ રહેશે. માર્ગદર્શન માટે મો.નં.9898837375, 9427230321નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...