તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

75 હજારનાં મુદામાલ લઇ ગયાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાસિવિલ હોસ્પિટલ રોડ પર બાઇકમાં આવેલા બે શખ્સે મહિલાએ પહેરેલો રૂા 75 હજારની કિમતનો સોનાનો ચેઇન તેમજ સાથે જતી અન્ય એક મહિલાનું મંગલસુત્ર તફડાવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના વડલી ચોક પાસે એક મહિલાનો સોનાના ચેઇનની ચીલઝડપની ઘટનામાં પોલીસ હજુ કોઇ પગેરૂ મેળવે તે પહેલા વધુ એક ચીલઝડપની ઘટના બનતા ફફડાટ મચી જવા પામ્યો છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડના તારાબેન સુમનભાઇ ચુડાસમા આઝાદ ચોકથી રેલ્વે સ્ટેશન તરફ જતા હતા તે દરમ્યાન સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે બાઇકમાં આવેલા બે શખ્સે મહિલાએ પહેરેલો રૂા 75 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કર્યા બાદ અન્ય મહિલા જયશ્રીબેન વિજયભાઇએ પહેરેલુ મંગલસુત્ર અને ચેઇન પણ ઝુંટવી લઇ મહિલાને ધક્કો મારી પછાડી દીધા હતા. અને પળવારમાં ગાયબ થઇ ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અા અંગે પીએસઆઇ કે.એ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જૂનાગઢમાં એક દિવસમાં ચીલઝડપનાં બે બનાવ બનતા પોલીસે આસપાસનાં સીસીટીવી કેમેરા ફંફોળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...