તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પ્રશ્નોનાં નિકાલ અંગેની માહિતી હવે ઓનલાઇન જાણી શકાશે : કલેકટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નોનાં નિકાલ અંગેની માહિતી હવે ઓનલાઇન જાણી શકાશે : કલેકટર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં કલેકટર,એસપી સહિતનાં અધિકરીઓ ટીમ બનાવી ગામડાની મુલાકાત લઇ રહ્યા છે.મુલાકાત દરમિયાન રજૂ થતા પ્રશ્નનાં નિકાલ અંગેની માહિતી લોકો હવે ઓનલાઇન જોઇ શકશે તેમ કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ.

તેમજ જૂનાગઢ જિલ્લામાં પાંચ લાખ લાભાર્થીઓને બેંક ખાતા સાથે જોડી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્‍તાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ માટે રાજય સરકારની વિવિધ ઝુંબેશમાં સમયસર કામગીરી કરવા અને લક્ષ્‍્યાંકો સિધ્ધ કરવા સુચના આપવામાં આવી હતી. ગતિશીલ ગુજરાત હેઠળ વિવિધ વિભાગોએ કરેલી કામગીરીની સમીક્ષા કરી દરેકની ઓન લાઇન એન્ટ્રી કરવા કહ્યુ હતુ.આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લાના લાખ લાભાર્થીઓમાંથી લાખ લાભાર્થીઓના બેંકમાં ખાતા છે અને આધારકાર્ડનું સીડીંગ લીંકઅપ થઇ ગયું છે.

પરંતુ હજુ લાખ લાભાર્થીઓ હજુ ઓફ લાઇન છે. તેમના આર્થિક લાભો પણ આોન લાઇન બેંક ખાતા મારફત સીધા તેમને મળે તે માટે જોડાણની કામગીરી બે માસમાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.જિલ્લામાં દર પખવાડીયે અધિકારીઓ ટીમ સભ્યો સાથે બે ગામોની મુલાકાત લે છે. મુલાકાત દરમ્યાન મળેલા પ્રશ્‍્નોનુ રજીસ્ટ્રેશન અને જે તે વિભાગે કરેલી કાર્યવાહી અને નકારાત્મક કે હકારાત્મક નિકાલ અંગેનો અહેવાલ ઓન લાઇન પોર્ટલ પર કરાશે.

જેની જાણ પણ ગ્રામજનોને થશે. સુગમ એપ્‍લીકેશન પર જે તે અરજદાર તેમના પ્રશ્‍ન ની શુ સ્થિતિ છે તે અંગેની જાણકારી મળશે. જે તે અમલીકરણ એજન્સી હવે તેમની ઓફિસના જી સ્વાન કનેકશન પરથી પોર્ટલમાં એન્ટ્રી કરી શકશે.

માટે એન.આઇ.સી દ્વારા પાસવર્ડ આપવામાં આવશે.આ બેઠકમાં ડી.ડી.ઓ અજય પ્રકાશ, એસ.પી. નિલેષ જાજડીયા, ડીસીએફ સેન્થીલ કુમાર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આગામી ઓગસ્ટના અંતમાં કે સપ્‍ટેમ્બરના પહેલા અઠવાડીયામાં ગરીબ કલ્યાણ મેળા જિલ્લાના પાંચ પ્રાંત કક્ષાએ યોજાશે . ગરીક ક્લ્યાણ મેળામાં અંદાજે ૧૫થી ૨૦ હજાર લાભાર્થીને લાભ મળે તે રીતે અરજદારોને આઇડીન્ટીફાઇડ કરવા સુચના આપવામાં આવી હતી.

જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો