Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલ્વે તંત્ર દ્વારા વિકલાંગોને આઇકાર્ડ આપવાનું શરૂ
ગીરસોમનાથ તથા જૂનાગઢ જિલ્લાનાં વિકલાંગ ભાઇઓ તથા બહેનો રેલ્વે મુસાફરી કરવા માટે આઇકાર્ડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આઇકાર્ડ મેળવવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાંથી ઓનલાઇન સર્ટી મેળવ્યા બાદ જરૂરી ડોકયુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. તમામ ડોકયુમેન્ટ સાથે ભાવનગર રેલ્વે ડીવીઝનમાં ટપાલ મારફત પણ અરજી કરી શકશે. તેવું જણાવવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાનાં વિકલાંગ ભાઇઓ તથા બહેનોને રેલ્વે મુસાફરી માટે જોગવાઇ કરવામાં આવી છે. જેમાં વિકલાંગોને રેલ્વે મુસાફરી માટે આઇકાર્ડ અાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અપંગોએ આઇકાર્ડ મેળવવા માટે પ્રથમ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ઓનલાઇન સર્ટી મેળવવાનું રહેશે. જે દર બુધવારે કાઢી આપવામાં આવશે. તેમજ ભાવનગર રેલ્વે ડીવીઝનમાં ટપાલ મારફત પણ જરૂરી ડોકયુમેન્ટ સાથે અરજી કરી શકશે. આમ બંને જિલ્લાઓનાં વિકલાંગ લોકોને રેલ્વે મુસાફરી માટે ઓનલાઇન સર્ટી મેળવી આઇકાર્ડ ભાવનગર ડીવીઝનમાંથી કઢાવવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. રેલવે તંત્રએ કામગીરી શરૂ કરતા વિકલાંગોમાં આનંદ પ્રસર્યો છે.