તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 માસમાં 63.87 લાખનો દંડ વસુલાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાભરમાંથી ટ્રાફિક પાેલીસે 30 હજારથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરી : 97 વાહન ચાલકોએ જાહેરનામાભંગ કર્યો

જૂનાગઢજિલ્લામાં સાંકડા રસ્તા, ફાટક અવાર-નવાર બંધ થતાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ટ્રાફીક પોલીસે જાન્યુઆરી થી જુન મહિનાસુધીના સમયમાં જિલ્લાભરમાંથી30 હજારથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરી રૂ 63,87,467નો દંડ વસુલ કર્યો હતો. ઉપરાંત ટ્રાફીકને અડચણરૂપ બની પેસેન્જર ભરતા વાહનચાલકો અને રેકડીધારકો 97 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફીક સમસ્યાએ જે રીતે માજા મુકતા જૂનાગઢ જિલ્લાના તમામ નાના મોટા શહેરના લોકો અકળાઇ ગયા છે. સાંકળા માર્ગો તેમજ વધતી જતી વાહનોની સંખ્યામાં એક તરફ વહીવટી તંત્ર નબળુ પુરવાર થયું છે. વન વેના નિયમનો ભંગ,લાયસન્સ વિના તેમજ સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપવુ.ગતિમર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવુ,હેલ્મેટ વિના વાહન ચલાવવા સહિતના ટ્રાફીક નિયમોને અવગણી વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે. જેના કારણે ટ્રાફીક સમસ્યા વધુ ગંભીર બને છે. જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાંથી ટ્રાફીક પોલીસે માત્ર 6 મહિનામાં 30 હજાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી 63,87,467 રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

ઉપરાંત ટ્રાફીકને અડચણરૂપ બનતા97થી વધુ પેસેન્જર વાહનચાલકો,અને રેકડી ધારકો સામે કાર્યવાહી કરી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોધ્યો હતો. ટ્રાફિક નિયમનો ભંગ થતાં પોલીસે કડક કાર્યવાહી કરી હોય તેમ દંડ વસુલ્યો હતો. તેમજ આગામી સમયમાં કડક પગલા લેશે.

રેલ્વે ફાટકો પાસે ટ્રાફીક બ્રિગેડ જરૂરી

જૂનાગઢમાંદિવસ દરમિયાન ટ્રેન નીકળવાના સમયે ફાટક બંધ થતા લોકો પહેલા નિકળી જવાની ઉતાવળ કરતા હોય છે. જેના કારણે ઘણા સ્થળો પર બિનજરૂરી ટ્રાફીક સર્જાતો હોય છે. ખાસ વહેલી સવારે અને સાંજના સમયે ટ્રાફીક વધુ થતો હોવાથી ટ્રાફીક બ્રિગેડ મુકવા જરૂરી છે.

ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો બન્નેનો સહયોગ જરૂરી

^ટ્રાફીકસમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ તરફથી શક્ય તેટલા પ્રયત્ન હાથ ધરાઇ રહ્યા છે. પોલીસ દ્વારાશાળા કોલેજોમાં પણ ટ્રાફીક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાઇ રહ્યુ છે.આ સમસ્યા નિવારવા બન્ને તરફથી સહયોગ જરૂરી છે. માટે ટ્રાફિક જાગૃતિનાં કાર્યક્રમો કરી લોકોને માહિતગાર કરાઇ છે. > કે.પીમેતા, શહેરટ્રાફીક પીએસઅાઇ

છેલ્લા 6માસમાં વાહનચાલકો પાસેથી વસુલ કરેલો દંડ

માસસ્થળ પરનાકેસ દંડ આરટીઓ કેસ દંડ અન્ય કુલ

જાન્યુઆરી6188 4,04,675 326 2,73,400 17 6,78,075

ફેબ્રુઆરી 6366 5,10,950 354 8,60,030 41 13,72,180

માર્ચ 4554 4,72,900 268 8,52,060 40 13,24,960

એપ્રિલ 5050 5,49,200 301 6,97,330 36 12,46,530

મે 3966 4,34,400 208 6,51,920 25 10,86,320

જુન 2542 2,942 232 6,76,460 19 6,79,402

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો