તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • આપનાં નિવેદનથી સૌરાષ્ટ્રનાં બ્રહ્મસમાજની રાજકોટ બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપનાં નિવેદનથી સૌરાષ્ટ્રનાં બ્રહ્મસમાજની રાજકોટ બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનીઘટના વખતે ગિર-સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીની કન્વીનરે બ્રાહ્મણો વિશે કરેલી અભદ્ર ટીપ્પણીનાં વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્રનાં બ્રહ્મ આગેવાનોની બેઠક આજે રાજકોટમાં મળી હતી. જેમાં મામલે કાર્યવાહી કરવાની માંગણી છેક રાષ્ટ્રપતિ સુધીને કરવાનો નિર્ણય લેવાયો હતો. ગીર-સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીની કન્વીનર સંગીતા ચાંડપાએ બ્રાહ્મણો વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના ઘેરા પડઘા પડ્યા હતા. અને ઠેરઠેર આવેદનપત્રોનો દોર શરૂ થયો હતો. દરમ્યાન અાજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં બ્રહ્મસમાજનાં આગેવાનોની એક બેઠક એડવોકેટ અને બ્રહ્મ આગેવાન અભયભાઇ ભારદ્વાજની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં મામલે કાયદેસરની કાર્યવાહી થાય તેની માંગણી સાથેની રજૂઆતો છેક રાષ્ટ્રપતિ સુધી કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજનાં પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જોષીએ એફઆઇઆર કરવી અને આવેદનપત્ર આપવું એમ પણ નક્કી થયું હતું.

મોટી સંખ્યામાં બ્રહ્મસમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો