તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 1800 ગ્રામીણ મહિલાઓ આવડતથી કરે છે કમાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ, ઝેરોક્ષ કામ, રાખીમેળા, કટલેરી, ઇંટોનાં ભઠ્ઠામાં કરે છે કામ : માસિક રૂ. 3 હજારથી વધુ કમાણી કરે છે

ગ્રામીણકક્ષાએ મહિલાઅોએ નવરાશનાં સમયનો સદઉપયોગ કરી માસિક રૂ. 3 હજારથી વધુની આવક રળે છે. જૂનાગઢ જિલ્લામાં 1800 મહિલાઓ મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ, સફાઇ કામ વગેેરેમાં જોડાઇને કામ કરી રહ્યા છે.

ગ્રામીણ કક્ષાએ મહિલાઓમાં રહેલી આવડતથી તે સમાજમાં પોતાનું નામ કમાય શકે તેવા હેતુથી મહિલાઓ સ્વસહાય જુથ યોજનામાં જોડાય છે. જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા મિશન મંગલમની યોજના કાર્યરત છે. જેમાં ગ્રામીણ કક્ષાએ મહિલાઓ નવરાશના સમયનો સદઉપયોગ કરી માસિક રૂ. 3 હજારથી વધુની આવક મેળવી કામ કરે છે. મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ, સફાઇ કામ, ઝેરોક્ષ મશીન, પાર્લર, તબેલો, એમ્બ્રોડરી કામ, મોતીકામ, રાખી મેળા, ફરસાણ, સરબત, ટેલીફોન ડબલુ, ઇમીટેશન, ઇંટોના ભઠ્ઠા, સેન્ટીંગ કામ, કટલેરી વગેરેે કામોમાં મહિલાઓ નિપુણ રહી ઉત્કૃષ્ટ કામ કરે છે.

ગામડામાં કોઇ ઉદ્યોગ હોતા નથી, ખેતી માત્ર કામ હોય છે. મહિલાઓ નવરાશના સમયમાં આવી યોજનામાં ભાગ લઇ પોતાની આવડત થકી ઘરમાં મદદરૂપ બને છે. 1800 ગ્રામીણ મહિલાઓ વ્યક્તિગત કે સામુહિક રીતે ઉત્સાહમાં કામ કરે છે.

દરીયા કિનારે શંખલાની બનાવટ | જિલ્લામાંદરીયા કિનારે 40 મહિલાઓ શંખ શિપલા શોધી ડીઝાઇનેબલ કીશન બનાવે છે. તેમજ નારીયેળી જેવા વૃક્ષોમાંથી 80 મહિલાઓ સાવરણા બનાવે છે.

મહિલાઓએ તહેવારોમાં કરેલો નફો

-રાખીમેલા -સ્ટોલ દ્વારા અલગ અલગ તાલુકામાં રૂ. 4.70 લાખનો નફો કર્યો

- નવરાત્રીમહોત્સવ -દરેક તાલુકામાંથી રૂ. 1.50 લાખનો નફો કર્યો

- મંગલમહાટ -મેંદરડા તાલુકામાં ખોડીયાર જુથ દ્વારા મંગલમ હાટ શરૂ કર્યો

- કેન્ટીન- સાસણની કેન્ટીનમાં માસિક રૂ. 12 હજાર જેટલું કમાય છે

- પાર્લર-જૂનાગઢતાલુકામાં 2 પાર્લરની કામગીરી શરૂ કરી

- સેનિટેશન-સરકારીકચેરીમાં 3 જુથો સફાઇ કામ કરી વાર્ષિક 60 હજાર કમાય

સ્ટોલથી મહિલાઓ વેંચાણ કરે છે

મિશનમંગલમ યોજનાના ડીએલએમ છાયાબેન ટાંકે જણાવ્યુ હતું કે, ગ્રામીણ મહિલાઓનાં વિકાસ માટે કાર્યો થઇ રહ્યા છે. મહિલાઅોને સ્ટોલ નાંખી પોતાની ચીજવસ્તુનું વેંચાણ કરે છે, તેમજ બીજા રાજ્યમાં પણ જાય છે. ઉપરાંત હાથ બનાવટની ચીજ-વસ્તુઓનાં સ્ટોલ રાખી વેપાર કરી આવક મેળવે છે.

કેન્ટીનમાં માસિક 5 હજારની આવક

સ્વસહાયજુથ યોજનામાં જોડાયેલા પ્રભાબેન અેક વર્ષથી જોડાયા છે. તે સાસણનાં દેવળીયા પાર્કની કેન્ટીનમાં કામ કરી માસિક રૂ. 5 હજાર કમાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો