તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પાક નિષ્ફળ ગયો હોઇ સરકાર ખેડૂતોને વીમો ચૂકવે એવી માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક નિષ્ફળ ગયો હોઇ સરકાર ખેડૂતોને વીમો ચૂકવે એવી માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધિરાણ વખતે પ્રિમીયમ કાપી લેતી સરકારની વીમો ચૂકવવામાં પાછી પાની

ચાલુવર્ષે સૌરાષ્ટ્રભરમાં મગફળીનાં પાકમાં ઘાતક એવી મુંડાની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોના પાક ફેઇલ થઇ રહ્યા છે. ખેડૂતોને પાકની નુકશાનીનું સર્વે કરી પાક વીમો તાકીદે ચુકવવામાં આવે એવી માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિનાં સભ્યોએ આજે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ રીબડીયાએ જણાવ્યુ હતુ કે મગફળીનાં પાકમાં મુંડા જીવાત અને કપાસનાં પાક મોલમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ વધી જતાં બન્ને પાકો નિષ્ફળ ગયા છે. જિલ્લાનાં તમામ તલાટી દ્વારા નુકશાનીનો સર્વે કરાવી પાકવીમો ચુકવવામાં આવે એવી ખેડૂતો વતી માંગણી કરાઇ હતી. ગત વર્ષે ખેડુતોનું પ્રિમીયમ પાક ધિરાણ લેતી વખતે સરકારે વીમા કંપનીનાં નામે વસુલી લીધુ હતુ. છતં પણ પુરેપુરો પાક વીમો ચુકવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે પણ ખેડુતોએ પાક ધિરાણ મેળવેલ છે ત્યારે તેમના પ્રિમીયમની પાક ધિરાણમાંથી કપાત થઇ ગયેલ છે. ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો તેમને ઓનલાઇન અરજી જેવા કોઇપણ ટેકનીકલ કારણો આગળ ધર્યા વગર ફકત તેનું પ્રીમીયમ કપાયેલ મુદા ઉપર ખેડુતોને પાક વીમો આપવો જોઇએ.

આવેદન પત્ર પાઠવતાં કોંગ્રેસી આગેવાનો તસ્વીર- મેહુલ ચોટલીયા

પાક વીમા મુદ્દે તંત્ર સામે રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો