તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • શહેરનાં કોંગ્રેસ ભવન પાસેની સરકારી જગ્યા પર પેશકદમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં કોંગ્રેસ ભવન પાસેની સરકારી જગ્યા પર પેશકદમી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં જિલ્લા કોંગ્રેસ ભવન પાસેનાં આશરે 600 વારનાં પ્લોટમાં ગેરકાયદેસર પેશકદમી કરી બાંધકામ કરવા આવ્યું છે. બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીયાદ કરી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇપણ જાતનાં પગલા નથી લેવામાં આવ્યા હોવાનું અરજદાર હનીફભાઇ ખેભરે પોતાની રજુઆતમાં જણાવ્યું હતુ. તેઓનાં જણાવ્યાનુસાર કોંગ્રેસ ભવન પાસેનાં 600 વારનાં ખુલ્લા પ્લોટની જગ્યા સરકારની છે અને જગ્યા પર અમુક ઇસમો દ્વારા પેશકદમી કરી બાંધકામ કરવામાં આવ્યું છે. જૂના બસ સ્ટેન્ડ નામે ઓળખાતી જગ્યાની પુરાતત્વ વિભાગની 50 ફુટ જેટલી દિવાલને ગેરકાયદેસર રીતે તોડીને તે દિવાલનાં પથ્થરો પણ બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

અરજદારે વધુમાં જણાવ્યુ હતુ કે તાત્કાલીક ધોરણે બાંધકામ હટાવી જગ્યા દબાણ મુકત કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલા પણ લેવામાં આવશે. અરજદારે મહાનગરપાલિકાની કામગીરી ઉપર પ્રશ્ન કરતા જણાવ્યુ હતુ કે મહાનગર પાલિકાને પ્રશનનાં બાબતે અનેક વખત રજુઆત કરાઇ હોવા છતાં શા માટે પગલા લેવામાં નથી આવતાω તેવો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

રજુઆત કરી હોવા છતાં મનપા દ્વારા પગલાં નથી લેવાતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો