તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • બે સંતાન હોવાથી પતિએ સળગાવી અેવી જુબાની મૃતક પત્નિએ આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે સંતાન હોવાથી પતિએ સળગાવી અેવી જુબાની મૃતક પત્નિએ આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ કોર્ટે સ્ત્રીલક્ષી ગુનામાં શખ્સનાં જામીન રદ્દ કર્યા

જૂનાગઢકોર્ટે ડુંગરપુરનાં શખ્સનાં જામીન નામંજુર કર્યા હતા. થોડાં સમય પહેલા ઘરમાં પત્નિ દાઝી જતાં સળગી ગઇ હતી. તે કેસમાં પત્નિએ હોસ્પિટલમાં મૃતવેળાએ પતિ હાજર હતો ત્યારે નણંદને બે સંતાન હોવાથી પતિની ધમકીની વાત કરી હતી.

કેસની વિગત પ્રમાણે, જૂનાગઢમાં ફૂલ વેંચવાનો ધંધો કરતા અને ડુંગરપુરમાં રહેતા મહેશ ભુપતભાઇ સાગઠીયા સામે કલમ- 302, 498(ક)ની ફરીયાદ નોંધાઇ છે. તેમનાં લગ્નને 7 વર્ષ જેટલો સમય થયો હતો. તા. 2 મેનાં રોજ તેની પત્નિ દાઝી જતાં તેમને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર માટે પોરબંદર ભાવસિંહ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.

જૂનાગઢમાં પોલીસ કે મામલતદાર પાસે તેણીએ મારી નાંખવાના ઇરાદે સળગાવી નાખી હતી તેવી વાત કરી નથી. પરંતુ હોસ્પિટલમાં પતિ બહાર જતાં નણંદને મૃતક પત્નિએ વાત કરી હતી કે, તારા બે દિકરા મારી પાસે છે. જો વાત કોઇને કરી તો બંનેને મારી નાંખીશ તેમ વાત કરી હતી ત્યાં તેનો પતિ આવી જતાં પત્નિ ચૂપ થઇ હતી.

સરકારી વકીલ એન.કે.પુરોહિતની દલીલ પ્રમાણે નારી માટે દહેજ જેવા દુષણ હોવાથી આવી ધટના બનેે છે. જે બાબતે પાંચમા અેડીશ્નલ સેશન્સ જજ એ.અાઇ.પઠાણે ગંભીર ગુનો ગણી જામીન ફગાવ્યા હતા.

પોલીસ સામે મૃતકે શું નિવેદન આપ્યુωં

મૃતકપત્નીએ જૂનાગઢ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ચુલામાં ગરમ પાણી મુકવા જતાં અને લાકડામાં કેરોસીન મુકી ગરમ પાણી કરવા જતાં ચુલામાં ભડકો લાગ્યો હતો. જેનાં કારણે કપડામાં આગ લાગતા દાઝી ગયા હતા.

ઇન્કવેસ્ટપંચનામામાં પાટા બાંધ્યાનો ઉલ્લેખ

મરણજનારજે તે સમયે 70 ટકાથી વધુ દાઝી ગયા હતા. ઇન્કવેસ્ટ પંચનામામાં મરણજનારના પેટમાં તેમજ પગના ભાગે પાટા બાંધ્યા હોવાનો ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો