તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદર અને મેંદરડામાંથી મળી 11 જુગારી ઝડપાયા, 4 છુ

વિસાવદરઅને મેંદરડામાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા કુલ 11 જુગારીની ધરપકડ કરી લીધી હતી. જયારે વિસાવદરમાં દરોડા સમયે 4 નાસી છુટવામાં સફળ રહયાં હતાં. બંને જગ્યાએથી પોલીસે કુલ 10 હજારની રકમ જપ્ત કરી લીધી હતી.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા સંજય ગોહીલ, વિપુલ ગોહીલ, ફિરોજશા બોદુશા, હુશેનભાઇ સમાને ઝડપી લીધા હતાં. જયારે આરીફશા ફકીર, રાજુ વલકુ, જીણા દેવા તેમજ બજરંગ બાવાજી નામનાં શખ્સો નાસી છુટવામાં સફળ રહયાં હતાં. જયારે પોલીસે ઉપરોકત ચાર વ્યકિતની ધરપકડ કરી 2300ની રોકડ જપ્ત કરી હતી. તો બીજી તરફ મેંદરડાનાં પાટરામા ગામેથી પોલીસે જુગાર રમતા કરશન દયાતર, અમુ કુંભાણી, ભોવાન ચોથાણી, વલ્લભ વાઘેલા, પરેશ દયાતર, રામ પરમાર અને માત્રા લાલુ નામનાં 7 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી 7,340ની રોકડ જપ્ત કરી લીધી હતી. આમ પોલીસે બંને જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ઘોસ બોલાવી કાર્યવાહી કરતાં પત્તા પ્રેમીઓમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો