તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શીખ ધર્મનાં ગુરૂનાં આગમન નિમિતે શોભાયાત્રા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીખ ધર્મનાં ગુરૂનાં આગમન નિમિતે શોભાયાત્રા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર દિવસો સુધી સત્સંગ કિર્તનનાં કાર્યક્રમો

જૂનાગઢમાંતા. 10નાં રોજ શીખ ધર્મનાં ગુરૂ તથા માતાની વિશેષ હાજરી રહેવાની હોવાથી ચાર દિવસ સુધી શોભાયાત્રા, સત્સંગ કિર્તન, લંગરપ્રસાદ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શીખ ધર્મનાં સાંઇ સંજયકુમાર સાહેબ મસંદ તથા માતા અનુપમા દેવીજી તા. 10 સપ્ટેમ્બરનાં વિશેષ હાજરી આપશે. જેનું આયોજન સુખરામદાસ સાહેબ મસંદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યાથી અંબિકાનગજ્ઞર સિન્ધી કોમ્યુનિટી હોલ ખાતેથી શોભાયાત્રા યોજાશે. તા. 11નાં રોજ સાંજે 5 વાગ્યે સુખરામ મંદિર, સોનાપુરી પાસે સત્સંગ કિર્તન, રાત્રે 8 વાગ્યે રામ ટેકરી ખાતે લંગરપ્રસાદ, તા. 12નાં રોજ સાંજે 5 વાગ્યે સત્સંગ કિર્તન, રાત્રે 8 વાગ્યે સરદાર પટેલ ભવન, જયશ્રી રોડ ખાતે લંગરપ્રસાદ-ખંડારો યોજાશે. તા. 13નાં સરદાર પટેલ ભવન ખાતે સવારે 10 વાગ્યે સિખી કાર્યક્રમ યોજાશે. સંસ્થા દ્વારા સવાનાં કાર્યો પણ કરવામાં આવે છે. ટ્રસ્ટનાં આગેવાનોએ પ્રોગ્રામમાં સર્વધર્મપ્રેમી જનતાને દર્શન અતે સત્સંગ માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો