તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ કૃષિ યુનિ.માં ડીલર્સનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ કૃષિ યુનિ.માં ડીલર્સનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકમાં ઉપયોગી ભલામણો વહેલી તકે ખેડૂતો સુધી પહોંચાડો : કુલપતિ

જૂનાગઢકૃષિ યુનિવર્સિટી અને ધાનુકા એગ્રીટોક ગુરૂગાંવનાં સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીમાં એગ્રી-ઇનપુટસનો વ્યવસાય કરતા વિતરકો માટે ડીપ્લોમાં ઇન એગ્રીકલ્ચરલ એકસ્ટેન્શન સર્વિસીસ ફોર એગ્રો ઇગ્પુત ડીલર્સ અભ્યાસ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સામગ્રીનું વિતરણ કરતા વિતરકો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ વિદાય સમારંભ પ્રસંગ કુલપતિ ડો.એ.આર.પાઠકએ જણાવ્યું હતુ કે, વિજ્ઞાન સંશોધનો કરીને જુદા-જુદા ખેડૂત ઉપયોગી ભલામણો આપી રહ્યા છે. ભલામણો ખેડૂતો સુધી વહેલી તકે પહોતે તે માટે વિસ્તરણ સેવાને ઝડપી કરવાની જરૂર છે. ખેડૂતો ખેતીની નવી માહિતી મેળવવા માટે જુદા-જુદા સ્ત્રોતનો ઉપયોગ કરે છે. તે પૈકી કૃષિ સામગ્રીનાં વિતરકો ઉપર સૌથી વધારે વિશ્વાસ રાખે છે. તેથી જો વિતરકોને તાલીમ આપીને સજજ કરવામાં આવે તો સંશોધનનાં તારણો તેના ખરાઅર્થમાં ખેડૂતો સુધી પહોચી શકે તેમ છે.

તકે પ્રમોદજી કનોડિયા, ડો.એ.એમ.પારખિયા, ડો.વી.પી.ચોવટિયા, જી. આર .ગોહિલ સહિતનાં હાજર રહ્યા હતા.

માર્ગદર્શન અપાયું

કૃિષ તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો