તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • બિલ્ડરોએ પાર્કીંગની જગ્યા પર પણ બાંધકામ કરી નાખ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડરોએ પાર્કીંગની જગ્યા પર પણ બાંધકામ કરી નાખ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફુટપાથ ફિનીશીંગ વિનાનો બનાવી દીધો

જૂનાગઢનાઝાંઝરડા રોડ પર બિલ્ડીંગ બાયલોઝ નિયમે નેવે મુકી બિલ્ડરોએ બહુમાળી મકાન ખડકી દીધા હોય અને તંત્ર દ્વારા તેને રેગ્યુલાઇઝ કરવામાં પણ આવી રહ્યુ છે. તો બીજી તરફ રોડ તંત્ર દ્વારા બનાવેલ ફુટપાથ પણ ફીનીસીંગ વિના બનાવી દેતા લોકોને હાલાકી પડી રહી છે. બન્ને બાબતોમાં કલેક્ટર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરાઇ છે.જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ખડાકાયેલા બહુમાળી મકાનોને તંત્ર દ્વારા બિલ્ડીંગ બાયોલોઝ પ્રમાણે બનાવવા મંજુરી આપી હોવા છતા તે પ્રમાણે હોય બાંધકામ થયુ હોવા છતાં આવા એપાર્ટમેન્ટને રેગ્યુલાઇઝ પણ કરાઇ રહ્યા છે. સરકારી ઇજનેર પણ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે બાંધકામને લઇ વિરોધ થઇ રહ્યો છે. તાત્કાલીક ચેકીંગ કરાવી જવાબદાર સામે પગલા ભરવા માંગ ઉઠી છે. તો બીજી તરફ ઝાંઝરડા રોડ પર પીજીવીસીએલથી ઝાંઝરડા ગામ સુધી બનાવેલ ફુટપાથ પણ ફીનીસીંગ વિના અધુરુ છોડી દેતા ઠેર ઠેર પાણી ભરાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે. કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજુભાઇ દિવરાણીયાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો