તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં રાજપુત સમાજનાં 105 છાત્રોને શિલ્ડ અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકારનાં મંત્રી જશાભાઇ બારડની હાજરી

જૂનાગઢમાંકારડીયા રાજપુત સમાજનાં છાત્રોનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 105 વિદ્યાર્થીઓેને શિલ્ડ આપી સન્માન કરાયુ હતું. પ્રસંગે રાજ્યમંત્રી અને તાલાળાનાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢમાં દોમડીયાવાડી ખાતે કારડીયા રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સમારોહની શરૂઆતમાં સ્વામી મહારાજને શોકાંજલી આપી હતી. એલકેજેથી લઇને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સમાજનાં બાળકોને 105 શિલ્ડ અને 210 ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકાનાં સરખડી ગામની આઠ દિકરીઓએ વોલીબોલની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું અને રાજ્યપાલ હસ્તક શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પામતા સુરસિંહભાઇ પરમારનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજયભાઇ રૂપાણીની નવનિયુક્ત સરકારમાં સ્થાન પામનાર મંત્રી જશાભાઇ બારડ અને તાલાળાનાં ધારાસભ્ય ગોવિંદ પરમારનું શિલ્ડ અને સાલ ઓઢાડી રાજપુત સમાજનાં મોભી નારસિંહભાઇ પઢિયારે કર્યુ હતું. પ્રસંગે સમાજનાં પ્રમુખ યોગેન્દ્રસિંહ પઢિયાર, સ્કુલનાં ટ્રસ્ટી, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શિલ્ડ અર્પણ કરાયું

મંત્રી તેજસ્વી છાત્રાને શિલ્ડ આપી સન્માનીત કર્યા. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો