તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ટપક પદ્ધતિમાં ડ્રીપર બંધ કરવા એસીડ ટ્રીટમેન્ટ અંગે તાલીમ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટપક પદ્ધતિમાં ડ્રીપર બંધ કરવા એસીડ ટ્રીટમેન્ટ અંગે તાલીમ અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કૃષિ યુનિ.માં ટપક પદ્ધતિ અંગે તાલીમ શિબીરનું આયોજન

જૂનાગઢકૃષિ યુનિમાં જુદા જુદા ફાર્મ પર ડ્રીપ કામગીરી સાથે સંકડાયેલ કર્મચારીઓને પિયત પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કેમ કરવો તે અંગે માહીતી આપવા કૃષિ યુનિવર્સીટીમાં તાલીમ શિબીર યોજાઇ હતી.જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના જુદા જુદા ફાર્મ પર ડ્રીપની કામગીરી સાથે જોડાયેલ કર્મીઓને પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય સારૂ ઉત્પાદન મળે તેવા ઉદેશથી ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ અને જાળવણી વિષય પર તાલીમ વર્ગનું અાયોજન કરાયુ હતું કાર્યક્રમમાં ડો.એન.કે ધમસાણીયાએ જણાવ્યુ હતુ કે તાલીમ વર્ગનો હેતું વિવિધ સંશોધન કેન્દ્રો પર ખરીદાયેલ ટપક પિયત પધ્ધતિનો કાર્યક્ષમ ઉપયોગ,તેમા પડતી મુશ્કેલીઅંગે જાણકારી આપવાનો છે.તેમજ ડો.બારડે ડ્રીપર બંધ થતા અટકાવવા જરૂરી એસીડ ટ્રીટમેન્ટનું પ્રાયોગિક જ્ઞાન મેળવવા તાલીમાર્થીને અનુરોધ કર્યો હતો.

જૂનાગઢ કૃષિયુનિ.માં ખેડૂતોને પાક રક્ષણ તેમજ સિંચાઇને લઇને અવાર નવાર સેમિનાર તથા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિ તેમજ સંશોધનના આધારે તાલિમ આપવામાં આવે છે તેમજ સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. કાર્યક્મોમાં દેશ તથા વિદેશમાંથી કૃષિ તજજ્ઞો ખેડૂતોને માહિતી આપે છે.અવાર નવાર યોજાતા આવા સેમિનારોમાં મોટાભાગના ખેડૂતોને લાભ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સમિનારમાં ગુજરાતના તમામ િજલ્લાઓ તેમજ અન્ય રાજયમાંથી ખેડૂતો ભાગ લેતા હોય છે અને પાકને સફળ બનાવવાનાં મંતવ્યો મેળવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો