તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મહિલાઓનાં કપડા બદલવા માટેનાં રૂમનાં તાળા તંત્રએ તોડી ખુલ્લાં કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓનાં કપડા બદલવા માટેનાં રૂમનાં તાળા તંત્રએ તોડી ખુલ્લાં કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કમિશ્નર કડક : હવે રૂમ બંધ થશે તો કાનુની કાર્યવાહી થશે

દામોદરકુંડે ઉઠેલી ફરિયાદનાં પગલે કમિશ્નરે

ગઇકાલેઋષીપંચમીના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દામોદરકુંડે આવ્યા હતાં. ત્યારે મહિલાઓએ કપડા બદલાવવા માટે મુશ્કેલી પડી હતી. અંગે વોર્ડ નં.10નાં કોર્પોરેટર મોહન પરમાર, ચંદ્રીકા રાખશીયા સહિતનાએ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેના પગલે કમિશ્નર રવીશંકર, ડે.કમિશ્નર પ્રદિપ રાઠોડ, મનપાની ટીમ દામોદર કુંડે પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ રૂમમાં તાળા મારેલા હોય કલેકટર ગીન્નાયા હતાં. અને તાત્કાલીક તાળા તોડી ચાર રૂમ ખુલ્લા કરી દીધા હતાં. તેમજ આગામી દિવસોમાં રુમને તાળા મારવા તાકિદ કરી હતી. અને આગામી દિવસોમાં રૂમ બંધ થશે તો કાનુની કાર્યવાહી થશે તેવું પણ કહયું હતું.

ડે.કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે કહયું હતું કે દામોદર કુંડ ખાતે કેટલાક લોકો પુજા-વિધી કરી ત્યાં ગંદકી કરતાં હતાં. આવા લોકોને તાત્કાલીક લોકોને દુર કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો