તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ડુંગરપુરમાં પત્નીને સળગાવનાર પતિનાં જામીન કોર્ટે ફગાવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગરપુરમાં પત્નીને સળગાવનાર પતિનાં જામીન કોર્ટે ફગાવ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે સંતાનની માતાને સળગાવી પતિએ ધમકી આપી હતી

જૂનાગઢકોર્ટે ડુંગરપુરનાં શખ્સનાં જામીન નામંજુર કર્યા હતા. થોડાં સમય પહેલા ઘરમાં પત્નિ દાઝી જતાં સળગી ગઇ હતી. તે કેસમાં પત્નિએ હોસ્પિટલમાં મૃતવેળાએ પતિ હાજર હતો ત્યારે નણંદને બે સંતાન હોવાથી પતિની ધમકીની વાત કરી હતી. જૂનાગઢમાં ફૂલ વેંચવાનો ધંધો કરતા અને ડુંગરપુરમાં રહેતા મહેશ ભુપતભાઇ સાગઠીયા સામે કલમ- 302, 498(ક)ની ફરીયાદ નોંધાઇ છે. તેમનાં લગ્નને 7 વર્ષ જેટલો સમય થયો હતો. તા. 2 મેનાં રોજ તેની પત્નિ દાઝી જતાં તેમને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર માટે પોરબંદર ભાવસિંહ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જૂનાગઢમાં પોલીસ કે મામલતદાર પાસે તેણીએ મારી નાંખવાના ઇરાદે સળગાવી નાખી હતી તેવી વાત કરી નથી.

પરંતુ હોસ્પિટલમાં પતિ બહાર જતાં નણંદને મૃતક પત્નિએ વાત કરી હતી કે, તારા બે દિકરા મારી પાસે છે. જો વાત કોઇને કરી તો બંનેને મારી નાંખીશ તેમ વાત કરી હતી ત્યાં તેનો પતિ આવી જતાં પત્નિ ચૂપ થઇ હતી. સરકારી વકીલ એન.કે.પુરોહિતની દલીલ પ્રમાણે નારી માટે દહેજ જેવા દુષણ હોવાથી આવી ઘટના બનેે છે. જે બાબતે પાંચમા અેડીશ્નલ સેશન્સ જજ એ.અાઇ.પઠાણે ગંભીર ગુનો ગણી જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો