તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની CCDC દ્વારા જાગૃત કસોટીનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટીના સીસીડીસી દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી(SUCEAT)માં સાત જિલ્લાની 76 કોલેજના અંદાજે 18000 વિદ્યાર્થીઓ બેસનાર છે.

સીસીડીસીના કો-ઓર્ડિનેટર ડો.નિકેશ શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં કોલેજકક્ષાથી સરકારી કે અર્ધ સરકારી નોકરીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી, બેન્ક, રેલવે, એલઆઇસી, આર્મ ફોર્સ, જીસેટ, નેટ, સર્વિસ સેક્ટર સહિતની વિવિધ પરીક્ષાઓમાં જાગૃતિ લાવવા માટે ‘સુકેટ’નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. વર્ષે પણ 15 સપ્ટેમ્બરના રોજ લેવાનારી પરીક્ષામાં 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે અને તેમાં 50 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ જિલ્લાકક્ષાએ પ્રથમ ‌આવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બૂકસેટ આપી બહુમાન કરાશે. યુનિવર્સિટીકક્ષાએ પ્રથમ દસ ક્રમે વિદ્યાર્થીઓના ઉલ્લેખ સાથે પ્રમાણપત્ર એનાયત કરાશે અને તેને યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરાશે.

સાથે ભાગ લેનારી કોલેજોના કો-ઓર્ડિનેટર અને કોલેજને પણ પ્રમાણપત્ર અપાશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં 15 સપ્ટેમ્બરે સવારે 11 થી 12.30 સુધી સુકેટની પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો