તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • દલિતો પર અત્યાચાર રાષ્ટ્રીય સ્તરે ઝળકતા નેતાઓ દોડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પર અત્યાચાર રાષ્ટ્રીય સ્તરે ઝળકતા નેતાઓ દોડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રદેશમાં ચકચાર મચાવી દેનાર ઉનાના દલિતોને માર મારવાના બનાવમાં રાજકીય રોટલો શેકવા રાજયનાં મુખ્યમંત્રી તેમજ અન્ય પક્ષનાં ટોચનાં નેતાઓ પણ સમઢીયાળા આવી સહાનુભુતિના નામે શિયાળવૃતિ બતાવી લોકોને ઠગવાનું કાર્ય કરી રહયા છે. પરંતુ ઘટનાના પગલે ઉનાના શહિદ પોલીસકર્મિનાં પરિવારને સાંત્વના આપવા હજુ સુધી એક પણ નેતા આગળ આવ્યા નથી.

જો ખરેખર કહેવાતા નેતાઓને દલિતો પ્રતયે સહાનુભુતિ હોય તો સમગ્ર ઘટનાના બીજા દિવસે પીડીત પરિવારને મળવા દોડી જવું જોઇતું હતું. પરંતુ મામલો રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો ત્યારે બધા નેતાઓનો દલિત પ્રત્યેનો પ્રેમ ઉભરાઇ આવ્યો છે.

જન અધિકાર મંચનાં પ્રદેશ પ્રુમખ પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યુ કે, શહિદ થયેલા પોલીસ પરિવારને 25 લાખની આર્થિક સહાય તેમજ તેમનાં પરીવારમાંથી કોઇને સરકારી નોકરી અાપવામાં આવે અને સીએમ દ્વારા પોલીસના પીડીત પરિવારની મુલાકાત લેવામાં આવે તેમજ દલિત પીડીત પરિવારને પણ તાત્કાલીક ન્યાય મળે તે માટે જન અધિકાર મંચ દ્વારા ગીર સોમનાથનાં કલેકટરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા બાબતે તાત્કાલીક ધોરણે પગલા નહિ લેવામાં આવે તો ગુજરાતમાં ઠેર-ઠેર પ્રદર્શન અને ધરણા કરવામાં આવશે. નેતાઓ માત્ર વોટ બેંક માટે આવી રહયાં છે અને મગરનાં આંસુ સારી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો