તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા-કોલેજો ઉપરાંત ફોન પર પણ એન્ટ્રીની નોંધણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત

24 જુલાઇની પેઇન્ટીંગ સ્પર્ધામાં 700 થી વધુ એન્ટ્રીઓ આવી

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત દિવ્ય ભાસ્કર અને જૂનાગઢ જિલ્લા પોલીસની સુરક્ષા સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે આગામી તા. 24 જુલાઇનાં રોજ ઓપન જૂનાગઢ પેઇન્ટીંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં ગાંધી ચોક પાસે આવેલા પરબત લક્ષ્મણ પટેલ સમાજ ખાતે સવારે 10 થી 12 દરમ્યાન સ્પર્ધા યોજાશે. જેમાં ભાગ લેનારે 9 થી 9:30 સુધીમાં સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

પેઇન્ટીંગ કોમ્પિટીશન માટે અત્યાર સુધીમાં 700 થી વધુ એન્ટ્રીઓ આવી ગઇ છે. અને હજુ શાળા-કોલેજો તેમજ મોબાઇલ નંબર પર નામ નોંધણીનો દોર ચાલી રહ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારે ટ્રાફિક અવેરનેસને લગતું ચિત્રજ દોરવાનું રહેશે. માટે સ્પર્ધકોને એ-3 સાઇઝની કાર્ટીઝ શીટ, 2 અને 4 નંબરનાં બ્રશ તેમજ પોસ્ટર કલર આપવામાં આવશે. સ્પર્ધામાં ધો. 4-5, ધો. 6 થી 8, ધો. 9 થી 12 અને કોલેજ તથા ઓપન એમ કુલ 4 કેટેગરી રાખવામાં આવશે. ઓપનનાં સ્પર્ધકોની ગણતરી કોલેજની કેટેગરીમાં થશે. તેઓને ભાગ લેવા માટે મો. 9574969585 ઉપર સંપર્ક સાધી નામ નોંધાવી શકાશે. સ્પર્ધામાં તમામ કેટેગરીમાં પ્રથમ ઇનામ રૂ. 5 હજાર રોકડા, દ્વિતીય રૂ. 2500 રોકડા અને તૃતીય ઇનામ રૂ. 1500 રોકડા અપાશે. તમામ વિજેતાઓનાં ફોટા શહેરમાં વિવિધ સ્થળોએ હોર્ડીંગમાં મૂકાશે.

દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ વેગ પકડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો