તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ડાંગરની ખેતીમાં \"શ્રી\' પદ્ધતિ અપનાવવાથી વધુ ઉત્પાદન મળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગરની ખેતીમાં \"શ્રી\' પદ્ધતિ અપનાવવાથી વધુ ઉત્પાદન મળે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીમાં પ્રગતિશીલ ખેડુત ભાઇઓનો તાલીમ કાર્યકમ યોજાયો હતો. જેમાં કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ડાંગરની ખેતીમાં શ્રી પદ્ધતિ અપનાવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે અમદાવાદ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત ભાઇઓનો તાલીમ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકમનું ઉદઘાટન યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, આજે આધુનિક યાંત્રીકીકરણ કારણે સમય-શક્તિનો બચાવ કરી શકાય અને ખેતીખર્ચ ઘટાડી સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે તે અપનાવવા અનુરોધ કર્યો હતો તેમજ ડાંગરની ખેતીમાં શ્રી પદ્ધતિ અપનાવી વધુ ઉત્પાદન મેળવી શકાય. 15 થી 20 ટકા જેટલું વધુ ઉત્પાદન આવે છે. ડાંગર રોપણી માટે મશીન ઉપલબ્ધ છે તે સામુહિક રીતે ગ્રૃપમાં ખેડૂતો મળીને ખરીદી કરી શકે. તાલીમવર્ગમાં કૃષિ યુનિવર્સીટીની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિથી તાલીમાર્થીને વાકેફ કર્યા હતા. તેમજ ખરીફ પાકોની વૈજ્ઞાનિક પધ્ધતિ, તેના રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ, સજીવ ખેતી તેમજ શાકભાજી, કઠોળ, તેલીબીયાંનાં પાકોની માહીતી આપી હતી. જેમાં ડો.જી.આર.ગોહીલ અને પ્રો.વી.જી. કર્યુ હતું.

ખેડુતોએ કૃષિ વૈજ્ઞાનિકો પાસે માર્ગદર્શન મેળવ્યું તસ્વીર-મિલાપ અગ્રાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો