તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરની સપ્તક સંગીત વિદ્યાલયમાં શાસ્ત્રીય સુર રેલાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરની સપ્તક સંગીત વિદ્યાલયમાં શાસ્ત્રીય સુર રેલાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંગુરૂ પૂર્ણિમાના અવસરે સપ્તક સંગીત વિદ્યાલય ખાતે શાસ્ત્રીય ગાયન-વાદન કાર્યક્રમથી ગુરૂ શિષ્યની સુરીલી જુગલબંધીથી નાદ ઉપાસકો સ્વર વિભોર થયા હતા.

જૂનાગઢની સપ્તક સંગીત વિદ્યાલય ખાતે સંસ્કાર ભારતી ખાતે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાચીન પ્રણાલી અનુસાર ગુરૂ પૂજન બાદ શાસ્ત્રીય ગાયન વાદનનાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંડીત અરૂણકાંત સેવક, સંગીતાચાર્ય વિપુલ ત્રિવેદીએ જુગલબંધીમાં મલ્હાર અને તેના પ્રકારોની પ્રસ્તુતી કરી સંગીત રસિકોને ભાવ વિભોર કર્યા હતા.

બાળકલાકાર જેનીલ ગોસાઇ, શુભમ દવે, પરન પડીયા, વિશાલ વાધેલા, માનસી પુરોહિત, બ્રીજેશ ખાણધર, નીખીલ મૌર્ય દ્વારા ગાયન, તબલા, હાર્મોનીયમ વાદનની પ્રસ્તુતી કરી હતી. પ્રસંગે પ્રો. ચેતનાબેન પાણેરી, રૂપલબેન લખલાણી, ડો.ભારતીબેન વ્યાસ, દિનેશભાઇ દવે, રૂત્વી પંડીત, કૃતિબેન નાણાવટી, ઇરાબેન ભટ્ટ, કૈલાશબેન વાધેલા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજુ સોનપાલે કર્યુ હતુ. કાર્યક્રમમાં ગુરૂ-શિષ્યએ જહેમત ઉઠાવી હતી.

ગુરૂપૂર્ણિમાએ સંગીતકારોઅે દીપપ્રાગટય કર્યું હતુ તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો