તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડાને ઓટેકા યોજનામાં 1.49 કરોડની સહાય મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેસડામાં રહેતા લોકોને તાત્કાલિક સારવાર મળશે

જૂનાગઢજિલ્લાનાં મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારવા માટે ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બાબતે મંત્રી નિતીન પટેલ દ્વારા ઓટેકા રૂર્બન યોજના અંતર્ગત આરોગ્ય કેન્દ્રને અપગ્રેડેશન કરવા માટે 1.49 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. જેમાં જંગલ વિસ્તાર અને જંગલના નેસડામાં રહેતા લોકો તેમજ હિંસક પ્રાણીઓનો ભોગ બનનારાઓ અને ગરીબ જનતાને સારવાર મળશે. હોસ્પિટલમાં પેવરબ્લોક લગાવવા, પે યુઝ ટોયલેટ, રીનોવેશન, કલર, ફર્નીચર, નવો વોર્ડ બનાવવો, એક્સરે મશીન, વેન્ટીલેટર સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

નિર્ણયને ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, મહામંત્રી ટીનુભાઇ ફડદુ, હિરેન સોલંકી, રામજી ચુડાસમા, એલ.ટી.રાજાણી, દેવાણંદભાઇ, વિનુ કથીરીયા, હરેશ ઠુંમર, ડોલીબેન અજમેરા, વિનુભાઇ, મેંદરડાનાં પ્રમુખ સંજ્ય છોરવડીયા, સવજીભાઇ, દીપક બલદાણીયા વગેરે ભાજપનાં સભ્યોએ નિર્ણયને આવકાર્યો હતો. તેમ જયેન્દ્રભાઇ સાવલીયાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો