તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ જિલ્લાની ચોકલી પ્રા.શાળામાં બાલમેળો યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લાની ચોકલી પ્રા.શાળામાં બાલમેળો યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાની ચોકલી પ્રા.શાળામાં બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો દ્રારા વિદ્યાર્થીઓના શોખ અને રુચી અનુસાર વિવિધ ટુકડીઓ બનાવવામાં આવી હતી. દરેક ટુકડીઓ ટીમ લીડર નિમવામાં આવ્યા હતા. ટીમ લીડર નીચે અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને રસ-રુચી પ્રમાણે રાખવાામાં આવ્યા હતાં. જેમાં કાતરકામ, કાગળકામ, ચિત્રકામ, રંગપૂરણી, છાપકામ,ભરતકામ, બાળવાર્તા, ગીત-સંગીત અને લાઇફ-સ્કીલ જેવાં વિભાગો રાખવામાં આવ્યાં હતાં. વિભાગો અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની આવડત મુજબ વિવિધ નમુનાઓ બનાવ્યાં હતાં. લાઇફ સ્કીલ વિભાગમાં છોકરીઓ દ્રારા બટન ટાંકવા, મહેંદી મુકવી, ભરતકામમાં ભાગ લીધો હતો. તેમજ છોકરાઓએ કુકરના ઢાંકણા ખોલવા, ફ્યુઝ બાંધવા જેવું કરવામાં આવ્યું હતું. બાલમેળા દ્રારા વિદ્યાર્થીઓના જીવન કૌશલ્યનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાલમેળામાં શાળાના આચાર્ય, એસએમસીના સભ્યો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

બાલમેળામાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો