તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ એસટીના બંધ 55 રૂટ પુન: શરૂ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યની તમામ બસો જેતપુર સુધી જાય છે

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

દલિતઆંદોલનના પગલે અતિ સંવેનશીલ ગણાતા જૂનાગઢ, અમરેલી એસ.ટી. ડિવિઝનની બસોના તમામ રૂટ ગુરુવારે પણ રદ કરવામાં આવ્યા હતા જ્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝનની 55 બસના રૂટ જે બુધવારે રદ કરાયા હતા તે ગુરુવાર સવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે.

ઊના તાલુકાના સમઢિયાળા ગામના દલિતો પર આચરવામાં આવેલા અત્યાચારના પગલે ફાટી નીકળેલા વિરોધ આંદોલનને કારણે જૂનાગઢ તેમજ અમરેલી ડિવિઝન દ્વારા લોકલ- એક્સપ્રેસ સહિતની તમામ બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ ડિવિઝનની 500 તેમજ અમરેલી ડિવિઝનની 200 મળી 700 બસોના પૈડા ત્રણ દિવસથી થંભી ગયા છે. પોરબંદર જવા માટે પણ કોઇ સુવિધા નથી, ખાનગી વાહનચાલકો બેથી અઢી ગણા ભાડા વસૂલી રહ્યા છે. ખાસ કરીને અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓની હાલત અત્યંત કફોડી બની છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય વડા ડી.એમ.જેઠવા દ્વારા ગુરુવાર સવારથી 55 બસ રૂટ શરૂ કરવા આદેશ અપાતાં મોરબી- સુરેન્દ્રનગર, રાજકોટ-મોરબી બસ રૂટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે જેઠવા મોરબી અને ત્યાંથી સુરેન્દ્રનગર દોડી ગયા હતા. બન્ને ડેપોના મેનેજરો બસ રૂટ, સમય જાળવણી તેમજ લોકલ, એક્સપ્રેસના ઓપરેશન અંગે જરૂરી સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો