તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પીડિતોને 9 દિવસે મુખ્યમંત્રી મળ્યા માટે પરિસ્થિતિ વણસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડિતોને 9 દિવસે મુખ્યમંત્રી મળ્યા માટે પરિસ્થિતિ વણસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત સમુદાયના મુદ્દાને રાજનીતિનો ખેલ બનાવાયો

કલસરિયાએ લીધી પીડિતોની મુલાકાત

રાજનીતિ માટે નહીં પરંતુ જનતાના પ્રશ્નો માટે આવ્યા છીએ, એનસીપીના ભૂતપૂર્વ કેન્દ્રીય નેતા પ્રફૂલ પટેલની સ્પષ્ટ વાત

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ઊનાનામોટા સમઢિયાળામાં હુમલાનો ભોગ બનનારા દલિત પરિવારને આશ્વાસન આપવા આવેલા દેશના નાગરિક ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપીના નેતા પ્રફૂલ પટેલ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારા યુવાનોની મુલાકાત લીધી હતી ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં મોટા સમઢિયાળાની ઘટના બાદ ગુજરાતમાં સર્જાયેલી અરાજકતા માટે મુખ્યમંત્રીને દોષિત ગણાવ્યા હતા અને તેઓ બનાવના 9 દિવસ બાદ પીડિતોને મળવા જતા અસુરક્ષા અનુભવતા લોકોએ તોફાન કર્યાનું જણાવ્યું હતું અને તેઓ મામલે રાજનીતિ કરવા આવ્યાનું અને જનતાના પ્રશ્નો માટે આવ્યાનું જણાવ્યું હતું.

એનસીપીના નેતા પ્રફૂલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દલિત યુવાનો પર પ્રાણઘાતક હુમલાની ઘટનાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ અસરગ્રસ્તોના ઘરે જઇને મે જોયા હતા. પીડિતોએ મને ફરિયાદ કરી કે ‘અમને ન્યાય નથી મળ્યો શું કરીએ’ આઝાદીના 70 વર્ષ બાદ પ્રકારની ઘટના ખેદજનક છે. મુખ્યમંત્રી અમુક જગ્યાએ ગયા નથી અને તમામ અસરગ્રસ્તોને મળ્યા નથી તેવો આક્ષેપ પણ એનસીપીના નેતાએ કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી છે અને ‘મુસલમાન મુક્ત ભારત, દલિત મુક્ત ભારત’ જેવા વિવાદાસ્પદ નિવેદનો ચોક્કસ એજન્ડા હેઠળ બોલાય છે. ગામડાંઓમાં ભયનો માહોલ છે.

પીડિતની પૃચ્છા કરતા આત્મારામભાઇ

રાજકોટ હોિસ્પટલમાં પ્રફુલ્લ પટેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો