તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બીએસએનએલનું પાછલા બારણે ખાનગીકરણ થતું હોવાનો આક્ષેપ

બીએસએનએલનું પાછલા બારણે ખાનગીકરણ થતું હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતરવાની ચીમકી

અન્ય કંપની ઉભી કરવાના નિર્ણય સામે કર્મીઓના ધરણાં

જૂનાગઢમાંઆજે BSNL કચેરી સામે તેના 50થી વધુ કર્મચારીઓઅે ધરણા કર્યા હતા. અને અન્ય ટાવર કંપની ઉભી કરી BSNLનું પાછલા બારણે ખાનગીકરણ કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.સરકાર નિર્ણય પાછો નહી ખેંચે તો 15ડિસેમ્બરથી કર્મચારીઓએ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સરકાર દ્વારા ખાનગી કંપનીને આડકતરી રીતે ફાયદો પહોંચાડવા નિર્ણય લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલી BSNL કચેરી સામે આજે BSNL ના 50થી વધુ કર્મચારીઓએ અલગ અલગ કર્મચારી યુનિયનના નેજા હેઠળ BSNL માંથી સબસીડાઇઝ ટાવર કંપની ઉભી કરવાના તઘલખી નિર્ણય સામે આજે ધરણા કર્યા હતા. અને સરકાર દ્વારા ખાનગી કંપનીને આડકતરી રીતે લાભ પહોંચાડવા અને BSNL નું પાછલા બારણેથી ખાનગીકરણ કરવા સરકાર આવા પગલા ભરી રહી હોવાના કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. આવા નિર્ણયથી BSNLના કર્મચારીઓનું હિત જોખમાતુ હોવાનું જણાવ્યું હતુ. સરકાર દ્વારા નિર્ણય પરત નહી ખેચે તો આગામી 15મી ડિસેમ્બરથી BSNLના કર્મચારીઓએ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. ધરણા કાર્યક્રમમાં BSNL એમ્પ્લોઈઝ યુનિયનના એએચ રાઠોડ,બી.પી લખલાણી,બી.આર ભારાઇ,વી.એ મારૂ,પી.આર વઘાસીયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...