તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભેંસાણનાં રાણપુરમાં 15 વર્ષનાં કિશોરને ડેંગ્યુ તાવ ભરખી ગયો

ભેંસાણનાં રાણપુરમાં 15 વર્ષનાં કિશોરને ડેંગ્યુ તાવ ભરખી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાંરાણપુર ગામે 15 વર્ષનાં કિશોરનું ડેંગ્યું તાવથી મોત નિપજતાં એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો.

અંગેની પ્રાપ્ત વિગત મુજબ, રાણપુર ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગોરધનભાઇ માવજીભાઇ હરખાણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોય બંને ક્રિષ્ના સ્કુલમાં અભ્યાસ કરી રહયાં છે.

જેમાં પુત્ર દર્શન (ઉ.વ.15) ધો.10માં અભ્યાસ કરતો હોય અચાનક તાવની બીમારી લાગુ પડયા બાદ દિવસે - દિવસે તબિયત વધુ લથડતાં ડેંગ્યું તાવની ઝપટમાં આવી ગયેલ અને મગજમાં ચડી જતાં પ્રથમ ભેંસાણ, ત્યાંથી જૂનાગઢ અને બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. એકનાએક પુત્રનાં મોતથી પરિવાર સાવ ભાંગી પડયો હતો. સદગતનાં માનમાં શાળા ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ અને વિદ્યાર્થીઓની આંખોમાંથી અશ્રુધારાઓ વહી હતી.

ધો.10માં અભ્યાસ કરતો હતો, પરિવારમાં ગમગીની પ્રસરી

એકના એક પુત્રનાં મોતથી પરિવાર આઘાતમાં હતપ્રભ

અન્ય સમાચારો પણ છે...