તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ટોલનાકા બંધ છતાં એસટીએ મુસાફરો પાસેથી ટોલ વસુલ્યો

ટોલનાકા બંધ છતાં એસટીએ મુસાફરો પાસેથી ટોલ વસુલ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500અને 1000ની નોટો 8 નવેમ્બરથી બંધ કરવાનો નિર્ણય કરાતા દેશભરમાં અફડા-તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટોલનાકે વાહન ચાલકો જૂની નોટ આપતા હોવાથી ત્યાં સ્વીકાર કરાતો હતો. અને કયારેક તો ટોલકર્મીઓ અને વાહન ચાલકો વચ્ચે રકઝક થતી હતી. આથી સરકાર દ્વારા સમય મર્યાદામાં નક્કી કરી ટોલ નહીં વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ કેશોદ-જામનગર એસટી બસમાં હજુ પણ મુસાફરો પાસેથી ટોલ લેવામાં આવે છે.

શુક્રવારે બપોરે 2 વાગ્યે કેશોદ-જામનગર રૂટની બસમાં મુસાફરોને કંડકટરે ટિકીટ આપી હતી. જેમાં કેશોદથી જૂનાગઢની ટિકીટમાં 5 રૂપિયા ટોલટેક્ષનાં લેવામાં આવ્યા હતા. મુસાફરોએ અંગે રજુઆત કરી તો એવો જવાબ મળ્યો કે, માત્ર 5 રૂપિયા રિફંડ જોતા હોય તો અરજી કરવી પડશે. અને જામનગર ડેપોમાં લેવા જવું પડશે. આથી મુસાફરોમાં રોષ છવાયો હતો.

શું કહે છે ડેપો મેનેજર..?

જામનગરડેપો મેનેજરનો મુસાફરોએ ટેલીફોનીક સંપર્ક સાધતાં એવું જણાવ્યું હતુ કે હમણા હું જોવડાવું છું. બાદમાં 10 મિનીટ પછી ફરી ફોન કરતાં વર્કશોપનાં અન્ય કર્મચારીએ ફોન રિસીવ કર્યો હતો અને ડીએમ હમણા કામ અર્થે નિકળી ગયા છે. એમ જણાવ્યું હતું.

રિફંડ જોઇતું હોય તો અરજી કરવી પડે : મળ્યો ઉડાવ જવાબ

કેશોદ-જામનગર રૂટની બસમાં વધુ ભાડું લેવાયું

અન્ય સમાચારો પણ છે...