તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રી-સર્વેની કામગીરીથી ખેડૂતોમાં અસંતોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાંદરખી ગામમાંથી ફરીયાદો ઉઠી

બીજા વખત જમીન માપણીમાં વિસ્તાર વધી અને ઘટી ગયા

સરકારેજમીન રે-સર્વેની કામગીરી કરી હતી.જેમાં સંતોષ કારક કામગીરી થતા ફરી રી-સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તેમા પણ જમીન વિસ્તાર વધી અને ઘટી રહ્યો છે. એજન્સીને રદ કરવામાં માંગ ઉઠી છે.

સરકારે જમીન રે-સર્વેની કામગીરી કરી હતી.જેમાં સંતોષ કારક કામગીરી થતા ફરી રી-સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેમા પણ ખેડૂતોને અસંતોષ થઇ રહ્યો છે. એજન્સી દ્વારા ફરી આડેધડ રી-સર્વે કરી નાખવામાં આવ્યો હોવાનાં આક્ષેપ થઇ રહ્યા છે. રી-સર્વેની કામગીરી યોગ્ય રીતે થઇ હોવાની ફરીયાદો નાંદરખીથી ઉઠી છે. અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં પ્રમુખ કારાભાઇ ઝાલા અને અતુલ શેખડાએ કહ્યું હતું કે, પ્રકારની કામગીરીનાં કારણે ખાતેદાર નવા સાત,બાર કઢાવવા જાય છે ત્યારે પોતાનો કેટલો વિસ્તાર વધીને કે ઘટીને આવે છે ત્યારે ખાતેદારને ખ્યાલ આવે છે. તો અંગે તાત્કાલીક રી-સર્વે કરાવીને ખેડૂતોને પ્રકારની મુશ્કેલીમાંથી ઉગારવા માંગ છે. તેમજ એજન્સીએ પહેલા પણ ભુલ કરી હતી.બીજી વખત પણ તેની પાસે સર્વે કરાવવામાં આવી રહ્યો છે. સરકારે એજન્સીનાં બીલ અટકાવી દેવા જોઇએ. અને આવી એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...