તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કેશોદ અને વંથલીમાં તોડફોડ કરનારાઓ સામે ગુના નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ અને વંથલીમાં તોડફોડ કરનારાઓ સામે ગુના નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદઅને વંથલીમાં બુધવારે તોડફોડની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમઢીયાળામાં અનુ.જાતિ પર થયેલ અત્યાચારનાં વિરોધમાં બુધવારે ગુજરાત બંધનાં એલાન દરમિયાન કેશોદમાં મહેન્દ્રસિંહ ચોક, અમૃતનગર રોડ તથા પોસ્ટ ઓફિસ સામે આવેલ દુકાનોમાં અજાણ્યા 60 થી 70 દલિત જ્ઞાતિનાં માણસોએ પ્રવેશ કરી તોડફોડ કરી નુકસાન પહોંચાડી વેપારીઓને માર મારી ઇજા પહોંચાડયાની વેપારી રસીકભાઇ ગોરધનભાઇ અદોદરીયા (રહે.મોવાણા)એ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ભોજાણીએ તપાસ હાથ ધરી છે. જયારે વંથલીનાં બસ ડેપોમાં આશરે 25 જેટલા માણસોનાં ટોળાએ પ્રવેશ કરી કુલ 20 બસનાં બારી - દરવાજા તથા કાચોમાં લાકડી, ધોકા, પાઇપ મારી તથા ટ્રાફિક કંટ્રોલની ઓફિસ, પાર્સલરૂમની ઓફિસનાં કાચ તોડી સરકારી મિલકતને અંદાજે 3 લાખનું નુકસાન પહોંચાડી ફરજ પર હાજર મહમદ અફઝલ અકબરીને ઇજા પહોંચાડયાની નાજાભાઇ જેઠાભાઇ કોડીયાતર (રહે.રૂદલપુર માંગરોળ)એ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ચાવડાએ તપાસ હાથ ધરી છે. જયારે બાંટવા તાબેનાં પાજોદ ગામે બુધવારે ગુજરાત બંધનાં એલાનનાં પગલે અશ્વીનભાઇ ભાણજીભાઇ કટારીયા સહિતનાએ પાદરમાં આવેલ મધુવન પાનની દુકાન ખુલ્લી હોય તે બંધ કરવાનું કહેતા કાના કવા ડઢાણીયાએ દુકાન બંધ કરવી નથી એમ કહી જાતિ વિરૂધ્ધ શબ્દો બોલી તમારો પ્રશ્ન છે એમ કહી લાકડી, ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો